ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના “રાજીનામું ” ને લઈને થયો એક હોબાળો, જાણો શું છે આખો મામલો

Published on: 9:30 am, Sat, 22 August 20

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એક મહત્વનો નિર્ણય લીધેલ છે. જે અંગે સી.આર.પાટીલ રાજીનામું ટ્વિટર પર જોવા મળે છે. દરેકના મનમાં સવાલ છે કે આ કોને અને ક્યારે તૈયાર કર્યો? વાસ્તવમાં ગુરૂવારના રોજ સી.આર.પાટીલ સાહેબ રાજકોટમાં એવું કહ્યું હતું કે 2022 માં ભાજપને એક સીટ પણ ઓછી મળશે એટલે 181 બેઠક મળશે તો પણ તેઓ પોતાનો હોદ્દો છોડી દેશે. ભાજપ પ્રદેશ પ્રમુખ 20 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના પ્રવાસે ભાજપના આગેવાનો તથા કાર્યકરો ની સભામાં વાત કહી હતી.

ભાજપપ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યા છે. સોમનાથ થી શરૂ કરેલા આ પ્રવાસ ને ગુરૂવારના રોજ ભાજપના કાર્યકર્તા સાથેની બેઠકમાં સંબોધન કર્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને એક પણ સીટ ઓછી ન ખપે. 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને જો એક પણ સીટ અોછી આવે તો તેઓ તેના માટે ની જવાબદારી સ્વીકારીને સ્વૈચ્છિક રાજીનામું આપી દેશે. જેથી પ્રજા શકતી ફન્ટ ના પ્રવકતા પાર્થેશ પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખ નું રાજીનામું ટ્વિટર પર મુક્યું હતું.

આ જાહેરાતના પગલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા નવા રચાયેલા પ્રજા શક્તિ ફંતના પ્રવકતા પાર્થેશ પટેલે સી આર પાટીલ નું રાજીનામુ બનાવી ટ્વિટર ઉપર મુક્યું હતું. તેમણે ટ્વિટ કરી કે,” મે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની મદદ માટે તેમના રાજીનામાના પત્રનો ડ્રાફ્ટ કરી આપ્યો છે. હવે ચૂંટણીના પરિણામના દિવસે તારીખ અને સહી કરીને જે.પી.નદાને ફેક્સ કરી દેશું”