મયુરસિંહ રાણાની માતાએ દેવાયત ખવડ પર આરોપ લગાવતા કહ્યું કે, “મારા દીકરાને તો સમાધાન કરવું હતું પણ…

Published on: 6:52 pm, Sat, 10 December 22

મિત્રો તમે બધા “રાણો રાણાની રીતે” કહેનાર દેવાયત ખવડને તો જરૂર ઓળખતા હશો. થોડાક દિવસો પહેલા રાજકોટમાં દેવાયત ખવડ મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર પોતાની ગેંગ સાથે મળીને જીવ લઇને પ્રહાર કર્યા હતા. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વિડીયો વાયરલ થયા બાદ રાજકોટ પોલીસે દેવાયત ખવડ સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ દેવાયત ખવડ છેલ્લા 72 કલાકથી હાથમાં આવ્યો નથી. સ્ટેજ ઉપર બેસીને આખા ગામના ઘોબા ઉપાડવાની વાતો કરનાર દેવાયત ખવડ આજે પોતાના ઘરે તાળું મારીને રફુચક્કર થઈ ગયો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટનામાં મયુરસિંહ રાણાના પગના ભાગે ગંભીર ઈચ્છા પહોંચી હતી. આ સમગ્ર ઘટનાને લઈને મયુર સિંહ રાણાએ દેવાયત ખવડ વિરુદ્ધ રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસ દેવાયત ખવડને પકડવા તેના ઘરે પહોંચે છે. ત્યારે દેવાયત ખવડના ઘરે તાળું હતું અને દેવાયત ખવડ નો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.

આ સમગ્ર ઘટનાને લઈને મયુરસિંહ રાણાની માતાશ્રીનો એક વિડીયો પર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ ઘટનાને લઈને કેટલીક વાતો જાણવા મળી છે. જેમાં મયુરસિંહ રાણાની માતા જણાવે છે કે, મારા દીકરા અને લોકસાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે થોડાક સમય પહેલા બોલાચાલી થઈ હતી. ત્યાર પછી અમે સમાધાન કરવા માટે દેવાયત ખવડ ની બધી રજૂઆત કરી હતી.

પરંતુ કોઈ પણ કાળે દેવાયત ખવડ સમાધાન કરવા માટે રાજી થતા ન હતા અને હવે પાછળથી ઘા કરી રહ્યા છે. મારો દીકરો જ્યારે ઓફિસેથી ઘરે આવી રહ્યો હતો ત્યારે નંબર પ્લેટ વગરની ગાડી લઈને દેવાયત ખવડ ક્યાં પહોંચ્યો હતો અને પોતાના માણસો સાથે મળીને મારા દીકરા ઉપર જીવલેણ પ્રહાર કર્યો હતો.

મયુરસિંહ રાણા ની માતાએ જણાવ્યું કે અમારી રજૂઆત એટલી જ છે કે, દેવાયત ખવડની વહેલામાં વહેલા ધરપકડ કરવામાં આવે. મયુરસિંહ રાણાને ન્યાય મળે તે માટે તેમની માતાશ્રી ક્ષત્રિય સમાજની અન્ય મહિલાઓ પણ આગળ આવી છે. મિત્રો તમને જણાવી દઈએ કે મયુરસિંહની માતા જનકબાએ છેલ્લા ત્રણ દિવસથી ખાધું નથી. મિત્રો દેવાયત ખવડના આ કાર્ય વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મયુરસિંહ રાણાની માતાએ દેવાયત ખવડ પર આરોપ લગાવતા કહ્યું કે, “મારા દીકરાને તો સમાધાન કરવું હતું પણ…"

Leave a comment

Your email address will not be published.


*