સુરત શહેરમાં નાની નાની વાત પર ઝઘડો થવાની બાબતો ખૂબ જ વધી જાય છે. કેટલીક વખત બાબત પર જીવ લેવાની ઘટનાઓ પણ બની જાય છે. હાલમાં સુરતમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ ચોકી જશો. સુરતના રૂસ્તમ પાર્ક પાસે રહેતા 38 વર્ષીય શલીક સૈયદ નામનો યુવક લિંબાયત સરદાર નગર પાસે પાન-માવો ખાવા માટે ઉભો હતો.
ત્યારે કમરૂનગર ખાતે રહેતો શોહેલ ઈદરીશ બોબત અને સમીર બિસ્મિલ્લાહ શા શલીક સૈયદ પાસે આવ્યા હતા. ત્યાં આવીને આ બંને યુવકોએ શલીક સૈયદને કીધું હતું કે, ચલ…હમકો માવા ખીલા એમ કીધું હતું. ત્યારે શલીક સૈયદ આ બંને યુવકોને કહે છે કે, ભાઈ, મેં ક્યુ તુમકો માવા ખિલાવું, મેરે પાસ પેસે નહીં હૈ.
આ વાત સાંભળીને શોહેલ અને સમીર બંને ગુસ્સામાં ભરાઈ ગયા હતા. ગુસ્સામાં આવીને બંને મળીને શલીક સૈયદને ન કહેવાનું કહ્યું હતું અને ધારદાર વસ્તુ વડે તેના પર પ્રહાર કર્યા હતા. સૌપ્રથમ બંને યુવકોએ મળીને શલીક સૈયદ પર પ્રહાર કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ધારદાર વસ્તુ વડે શલીક સૈયદના પેટના ભાગે પ્રહાર કર્યા હતા.
આ ઘટના બનતા જ શલીક સૈયદ બુમાબુમ કરવા લાગ્યો હતો, તેથી આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. જેના કારણે બંને આરોપીઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. આટલું જ નહીં પરંતુ ભાગતા ભાગતા બંને આરોપીએ શલીક સૈયદનો જીવ લેવાની ધમકી આપી હતી.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બન્યા બાદ શલીક સૈયદના ભાઈએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટનાને લઈને લિંબાયત પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ તપાસીયા છે.
સુરતમાં માવાએ કરાવી બબાલ…! એક યુવકે માવો ખવડાવવાની ના પાડી, ત્યારે બે યુવકોઓ તેની કરી નાખે એવી હાલત કે – જુઓ ઘટનાના CCTV ફૂટેજ pic.twitter.com/QJ6MfsQb1l
— GUJJU ROCKZ (@gujju_rockz) July 13, 2022
તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, બંને આરોપીઓ ધારદાર વસ્તુ વડે શલીક સૈયદ પર પ્રહાર કરી રહ્યા છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બનવાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. લિંબાયત પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment