અમદાવાદની યુવતીઓને ચાલુ બાઈક પર ખુલ્લા હાથે ખતરનાક સ્ટંટ કરવા ભારે પડી ગયા, પોલીસે ફરિયાદ નોંધ – જુઓ ખતરનાક સ્ટંટના વિડીયો…

Published on: 5:38 pm, Wed, 13 July 22

આજકાલના યુવાનો અને યુવતીઓ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે નત-નવી હરકતો કરતા હોય છે. તમે ઘણા એવા વિડિયો જોયા હશે, જેમાં ઘણા લોકો ફેમસ થવા માટે બાઈક પર ખતરનાક સ્ટંટ કરતા હોય છે. ઘણી વખત આવા ખતરનાક સ્ટંટના કારણે અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મુકાઈ જાય છે.

ત્યારે અમદાવાદનો કેવો છે એક વિડિયો સામે આવી રહ્યો છે. અમદાવાદના સિંધુભવન રોડ પર ખુલ્લેઆ હાથે બાઈક ચલાવતી એક યુવતીનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર વિડીયો વાયરલ થયાના ત્રણેક મહિના બાદ પોલીસે યુવતી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવતી પૂરપાટ ઝડપે બાઈક ચલાવતી જોવા મળી રહે છે અને તે યુવતી વિડીયો બનાવવાના ટક્કરમાં ખુલ્લા હાથે બાઈક ચલાવીને સ્ટંટ કરે છે. આ વિડીયો અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરનો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી ખુલ્લા હાથે યામાહા કંપનીની સ્પોર્ટ બાઇક ચલાવી રહી છે. પાછળ અન્ય એક યુવતી પણ બેઠેલી નજરે પડી રહી છે. આ યુવતી બાઈક પર ઉભા ઉભા બાઇક ચલાવે છે. આ યુવતીના ખતરનાક સ્ટંટના કારણે આસપાસના અન્ય વાહન ચાલકોને અકસ્માત સર્જાઈ શકે એમ હતો.

હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વાયરલ થયાના ત્રણેક મહિના બાદ અમદાવાદ પોલીસને આ વિડીયો ધ્યાનમાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રાફિક અને એમ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે GJ 01 UP 9890 નંબરની બાઈક નીલકંઠ પટેલ નામના વ્યક્તિની છે. ત્યારબાદ પોલીસે આ મામલે નીલકંઠ પટેલની પૂછપરછ કરી હતી, ત્યારે તેને જણાવ્યું કે બાઈક કેશવી પાડલિયા નામની યુવતી ચલાવી રહી હતી. તેથી પોલીસે કેશવી નામની યુવતી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદની યુવતીઓને ચાલુ બાઈક પર ખુલ્લા હાથે ખતરનાક સ્ટંટ કરવા ભારે પડી ગયા, પોલીસે ફરિયાદ નોંધ – જુઓ ખતરનાક સ્ટંટના વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*