ગંગા નદીના જોરદાર પ્રવાહમાં એક હાથી અને મહાવત પાણીમાં તણાઈ ગયા, ત્યારબાદ થયું એવું કે – વીડિયો જોઈને ચોકી ઉઠશો…

Published on: 4:50 pm, Wed, 13 July 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વિડિયો જોયા હશે. ત્યારે હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, વાયરલ થયેલો આ વિડીયો જોઈને તમે પણ ચોકી ઉઠશો. જેમાં એક હાથી અને હાથી પર સવાર મહાવત ગંગા નદીમાં તણાઈ ગયા હતા. ત્યારબાદ મહાવતને પોતાની પીઠ પર બેસાડીને હાથી કરીને ગંગા નદી પાર કરે છે.

આ વિડીયો બિહારના વૈશાલીના રાધોપુરમાંનો છે. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ ગંગા નદીમાં અચાનક પાણી વધવાના કારણે રાધોપુર ક્ષેત્રમાં હાથીની સાથે મહાવત ગંગા નદીમાં ફસાઈ ગયા હતા. પરંતુ હાથી પર સવાર મહાવતે હાથીની સાથે ગંગા નદી પાર કરવાનો નિર્ણય લઈ લીધો હતો.

ત્યારબાદ ગમે તેમ કરીને પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે મહાવતે હાથી સાથે ગંગા નદી પાર કરીને કિનારે પહોંચ્યા હતા. સ્થાનિક લોકોએ આ દ્રશ્ય પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, મહાવત હાથીની સાથે આવ્યા હતા.

ત્યારે અચાનક જ ગંગા નદીમાં પાણી વધી જવાના કારણે બંને ગંગા નદીની વચ્ચે ફસાઈ ગયા હતા. ત્યારબાદ મહાવતે હાથીની પેટ પર બેસીને ગંગા નદી પાર કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ મહાવતે હાથીની ડોક પર કાન પકડીને બેસી ગયો અને ગંગા નદી પાર કરી નાખી.

સ્થાનિક લોકોને તો એવું લાગતું હતું કે, બંને નદીના જોરદાર પ્રવાહમાં તણાઈ જશે. પરંતુ હાથીએ અને મહાવતે હિંમત હાર્યા વગર ગંગા નદી પાર કરીને કિનારે પહોંચ્યા બંનેનો જીવ બચી ગયો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગંગા નદીના જોરદાર પ્રવાહમાં એક હાથી અને મહાવત પાણીમાં તણાઈ ગયા, ત્યારબાદ થયું એવું કે – વીડિયો જોઈને ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*