અમદાવાદના લોકો માટે માઠા સમાચાર, ગુજરાતમાં સાબરમતી નદીના પાણીમાં મળ્યો કોરોના વાયરસ.

અમદાવાદ વાસીઓ માટે જીવન ગણાતી સાબરમતી નદીના પાણીમાંથી મળી આવ્યો કોરોના. આ એક રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યું છે. ગાંધીનગરમાં IIT સહીત દેશની 8 સંસ્થાએ ગત વર્ષે વોટર ટુર્નામેન્ટમાંથી લેવાયેલ સેમ્પલ ની તપાસ કરવામાં આવી.

આ સેમ્પલ ની ટેસ્ટ દરમિયાન નદીના પાણીમાંથી કોરોનાવાયરસ મળી આવ્યો. સાબરમતી નદી ઉપરાંત કાંકરિયા તળાવના પાણી નું ટેસ્ટ લેવામાં આવ્યો હતો અને સેમ્પલ દરમ્યાન પાણીમાંથી કોરોના મળી આવ્યો.

સંશોધનકર્તાઓએ જણાવ્યું કે સાબરમતી નદીના પાણીમાં કોરોનાવાયરસ મળ્યા બાદ ગુવાહાટીમાં કામ શરૂ કર્યું હતું. માર્ચ મહિનાથી નદીના પાણીના સેમ્પલ લેવામાં આવે છે અને તપાસ કરવામાં આવે છે ત્યારે ભારુથી લેવામાં આવેલ નદીના સેમ્પલમાં કોરોના મળી આવ્યો હતો.

મળતી માહિતી મુજબ સાબરમતી નદીમાંથી 694, કાકરીયા માંથી 549 અને ચંડોળા તળાવ માંથી 402 સેમ્પલો લેવામાં આવ્યા હતા ત્યારબાદ તપાસ અનુસાર સંક્રમિત હોય તેવું જાણવા મળ્યું.

આ ઉપરાંત ગાંધીનગરના IIT વિભાગે જણાવ્યું કે ગત વર્ષ પણ લઈને સેમ્પલ લઈને તપાસ તપાસ દરમિયાન નદીના પાણીમાં કોરોના છે તેની ખબર પડી હતી. કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 10018 લોકો મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના ના કેસો ઘટી રહ્યા છે.

અત્યાર સુધીના ગુજરાતમાં કોરોના માંથી 803122 એટલા દર્દીઓ મુક્ત થયા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં રાજ્યમાં 21039716 લોકોનું રસીકરણ થઈ ગયું છે. અને આજે રાજ્યમાં 218062 લોકોને રસી આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*