ગુજરાત ઉપર ફરી એક વખત માવઠું થવાની શક્યતા જોવા મળી રહી છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ભારે માવઠું થાય તેવી શક્યતા છે. ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 અને 3 જાન્યુઆરીએ મોટું માવઠું થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નો ટ્રફ અરબસાગરથી ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં ઉપર જોવા મળશે. જેને કારણે ફરી આ રાજ્યમાં માવઠું થવાની શક્યતા છે.
જેમાં મિત્રો હાલ માહિતી મુજબ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં વધારે અસર કરે તેવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ આ ગ્રાફમાં થોડા ફેરફારો થતા હોય છે.હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત પરથી ફરી એકવાર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે જેના થકી મોટું માવઠું થવાની સંભાવના 2 અને 3 જાન્યુઆરીએ છે.
ગુજરાત રાજ્યમાં ફરી એક વખત માવઠું થવાની હવામાન વિભાગની આગાહી થી ગુજરાત રાજ્યના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે ચોમાસુ પાકને નુકસાન થયું હતું.
ત્યારબાદ પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ના કારણે વરસાદના કારણે શિયાળુ પાકને અસર પહોંચી હતી ત્યારબાદ હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો માં ચિંતા વ્યાપી ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment