ખેડૂત આંદોલન વચ્ચે ડિસેમ્બર ની આ તારીખે પ્રધાનમંત્રી મોદી 9 કરોડ ખેડૂતોના ખાતામાં નાખશે આટલા રૂપિયા.

Published on: 3:45 pm, Mon, 21 December 20

દેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલતા ખેડૂત આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતોની વચ્ચે જવાનો કાર્યક્રમ ઘડી કાઢયો છે. આગામી ડિસેમ્બર મહિનાની 25 મી તારીખ થી સુશાસન દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી દેશભરના ખેડૂતો ને સંબોધન કરશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 9 કરોડ ખેડૂત ખાતેદારોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા જમા કરાવશે.

25મી ડિસેમ્બરે 12 વાગ્યે પ્રધાનમંત્રી મોદી ખેડૂતોને સંબોધન કરશે અને એ સમયે ગુજરાત ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની વચ્ચે રહેલા અને પ્રધાનમંત્રી મોદીનું પ્રવચન સાંભળવા ભાજપે સૂચના આપવામાં આવી હતી.ખેડૂત આંદોલન વચ્ચે પ્રધાનમંત્રી મોદી 25 ડિસેમ્બરના રોજ 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ જમા કરાવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!