સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ માટે આવ્યા માઠા સમાચાર, જાણો વિગતે.

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખની જાહેરાત થયા બાદ ભાજપ અને કોંગ્રેસ એ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે તો અમુક જગ્યાએ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે.

આમ ચૂંટણીની તારીખ જાહેર થતાં તોડ-જોડ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ચૂંટણીને લઈને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસ શરૂ કર્યો છે.ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસ કરીને પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે.

રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો થી ભાજપ અને કોંગ્રેસ બંને ચિંતામાં છે. રાજ્યના 20 જિલ્લાની 90 નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાં 19 પાલિકામાં સ્પષ્ટ બહુમતી મળી છે ત્યારે ભાજપ ને 24 પાલિકામાં સ્પષ્ટ બહુમતી મળી છે.

એનો સીધો મતલબ એ થાય છે કે બંને પક્ષ માત્ર માંડ 50 ટકાની આસપાસ પાલિકા જીતવામાં સફળ રહી છે.રાજ્યમાં 50 ટકા કરતાં વધારે નગરપાલિકામાં બન્નેમાંથી કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી અને અપેક્ષાનો દબદબો રહ્યો છે.45 કાલિકા એવી છે.

કે જ્યા ભાજપ અને કોંગ્રેસ બંને ની બેઠક નો સરવાળો કરવામાં આવે તો પણ સ્પષ્ટ બહુમતી સુધીના પહોંચે અને પાલિકામાં અપક્ષો સ્પષ્ટ બહુમતી છે.ભાજપ અને કોંગ્રેસ બંને પોતે કેટલા વર્ષમાં જીત મેળવી તેના આંકડા આપીને જીતના દાવા કરે છે પણ બંને ચિંતામાં છે.

આ ચૂંટણી શહેરી વિસ્તારોમાં હતી કે જ્યાં પક્ષીય રાજકારણ જવાબદાર હોય છે. બંને પક્ષ આ વિસ્તારોમાં પોતાનું સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપિત કરી શક્યો નથી. બંને પક્ષ માટે ચિંતાની વાત એ છે કે પોતાના ગઢમાં આવતા વિસ્તારોમાં પણ સ્પષ્ટ બહુમતી નથી મળી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*