મિત્રો હાલમાં માનવ સંબંધોને શર્મશાર કરતો એક બનાવો સામે આવ્યો છે. આ ઘટના જાણીને તો તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. મિત્રો આ ઘટના દાહોદ જિલ્લામાં બની હતી. અહીં લગભગ ત્રણ દિવસ પહેલા જંગલમાંથી એક 20 વર્ષ યુવતીનું મૃતદેહ મળી આવ્યું હતું. યુવતીનું મૃતદેહ જોઈને પોલીસ પણ હદ મચી ગઈ હતી. કારણકે યુવતીના ધડથી તેનું માથું અલગ મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.
ચાર દીકરાઓના પિતા એવા માસાએ પ્રેમસંબંધમાં પોતાની ભાણીનો જીવ લઇ લીધો હતો. સમગ્ર ઘટના બની આબાદ પોલીસે આરોપી માસાની ધરપકડ કરીને તેને જેલમાં પૂરી દીધો હતો. ત્યારે ઘટનાના એક દિવસ બાદ જેલમાં આરોપી માસાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. જવાનજોધ દીકરીનું મૃતદેહ જોઈને પિતાનું હૈયુ કંપી ઊઠયું હતું. દીકરી ના પિતાએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હું અમદાવાદમાં મજૂરી કામ કરું છું. મારી દીકરી 10 ધોરણ ભણેલી હતી.
તે પહેલેથી જ સરસીયા ગામમાં એના મામાના ઘરે રહેતી હતી. આઠમા ધોરણ સુધીતે દેવગઢબારિયા ખાતે ભણી હતી. ભણ્યા પછી તે મામાને ત્યાં ખેતી કામ કરતી હતી. એટલું જ નહીં પરંતુ દીકરી બીજી બધી છોકરીઓ સાથે મજૂરી કામ પર જતી હતી. દીકરી જ્યાં મજૂરી કામ પર જતી હતી. ત્યાં તેને આરોપી જેન્તી છત્રસિંહ રાઠવા મળ્યો હતો. અમારા પરિવારની પણ તેની સાથે મુલાકાત થઈ હતી.
પછી ખબર પડી કે તે અમારા સગામાં થાય છે. એ પહેલા હું તેને ઓળખતો ન હતો. જેન્તી અમારા ઘરે આકલી ખાતે પણ આવતો જતો રહેતો હતો. દીકરીના પિતાએ આગળ જણાવ્યું કે, ઘટના પહેલા દીકરીએ એક પણ વખત પ્રેમસંબંધ અંગે કોઈ પણ પ્રકારની વાત કરી ન હતી અને તેનો માસો થતો હતો એટલે મને એવું થાય કે મારી છોકરી સાથે આવું કરશ? બીજું કોઈ હોય તો હું કે તેની મમ્મી પાછળ જઈએ કે ફોન કરી લઈએ, જુવાનો છોકરીની સંભાળ રાખીએ.
જેન્તી અમને એવું કહેતો હતો કે અમે જ એના મા-બાપ છીએ. મારી સાથે દીકરીને કામ પર મોકલો તેમ કહીને તે દીકરીને ખેતરમાં મગફળી વીણવા અને અન્ય મજૂરી કામ માટે લઈ જતો હતો. ઘટના બની તે દિવસે મારી દીકરી મામાના ઘરે હતી. દીકરીના નાનીમાંની તબિયત ખરાબ હતી, તેથી તે તેની સેવા કરતી હતી. આ વખતે જેન્તીનો ફોન આવ્યો હતો કે, ‘બે વાગ્યે તું તારો કંદોરો લેવા આવ અને મંદિર સુધી હું તને લેવા આવું એમ કહીને’ જેન્તી દીકરીને છેતરીને સાથે લઈ ગયો હતો.
દીકરી એ છેલ્લી વાર તેની મમ્મી સાથે ફોન પર વાત કરી હતી કે, મમ્મી માસા મને લેવા આવે છે અને તેની સાથે હું કંદોરો લેવા જવાની છું. મંગળવારે દીકરીને જેન્તી પોતાની સાથે લઈ ગયો હતો. સાંજે ચાર વાગ્યાની આસપાસ હું અમદાવાદથી મારા ઘરે આંકલી ગામ પહોંચ્યો. ત્યાંથી અમારે ડોડા લઈને પાવાગઢ જવાનું હતું. ત્યારે મને એવું થયું કે દીકરીને ફોન કરી લઉં. પછી બે એવું વિચાર્યું કે તેને ફોન કરીશ તો દીકરીને એવું લાગશે કે પપ્પા મને વઢશે. એટલા માટે મેં દીકરીને ફોન કર્યો નહીં.
મોડી રાત થઈ ગઈ છતાં પણ દીકરી ઘરે ના આવી. ત્યારબાદ સવારે હું મારા કાકા ના ઘરે ગયો. ત્યારે કાકાએ મને મૃતદેહનો ફોટો બતાવીને કહ્યું આ તારી દીકરી છે? ત્યારબાદ હું મારી દીકરીના ડ્રેસ પરથી તેને ઓળખી ગયો. દીકરીએ પોતાના હાથ પર તેના નામનો પહેલો અક્ષર પડાવ્યો હતો. તેના પરથી હું તેને ઓળખી ગયો. મળતી માહિતી અનુસાર આરોપી જેન્તીએ પોલીસ સ્ટેશનમાં પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આરોપીએ એવું જણાવ્યું હતું કે, દીકરીના મારી સાથે આડા સંબંધ ચાલતા હતા. તે બીજે કામ કરવા ગઈ એટલે મેં તેનો જીવ લઈ લીધો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment