હાઇવે પર ટ્રોલીની નીચે કાર દબાઈ જતા, કારમાં સવાર માતા-પિતા અને દીકરાનું ઘટના સ્થળે મૃત્યુ…જુઓ લાઈવ અકસ્માતની ઘટનાનો વિડીયો…

Published on: 10:56 am, Wed, 14 September 22

હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. કપચી લઈને જતી ટ્રોલી એક કાર ઉપર પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે કારમાં બેઠેલા ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા છે.

આ અકસ્માતની ઘટના ક્યારે બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ આ ગંભીર અકસ્માતની ઘટના પંજાબના જલંધરમાં માહિલપુર ચોકમાં બની હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો એક જ પરિવારના હતા.

ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, હાઇવે પર જઈ રહેલી ટ્રોલી વળાંક પર અચાનક ટન લે છે. ત્યારે કપચીથી ભરેલી ટ્રોલી પલટી ખાઈ ગઈ હતી. ટ્રોલી એ બે કારણે અડફેટેમાં લીધી હતી. જેમાં ટ્રોલીના ટક્કરના કારણે એક કાર રોંગ સાઈડમાં ચાલી ગઈ હતી અને એક કાર ટ્રોલીની નીચે દબાઈ ગઈ હતી.

જેના પગલે ટ્રોલીની નીચે દબાઈ કારમાં સવાર માતા-પિતા અને દીકરાનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. ગંભીર અકસ્માતની ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ઘટનામાં PB 06 AB 1297 નંબરની કાર ટ્રોલીની નીચે આવી ગઈ હતી. બીજી કારને પણ સારું એવું નુકસાન થયું છે. પરંતુ તે કારમાં સવાર તમામ લોકો બચી ગયા હતા.

સમગ્ર ઘટના હાઇવે પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રોલી ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રોલી ચાલક મેજરસિંહ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતાં મૃતકના પરિવારના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. ગંભીર અકસ્માત ની ઘટના ના કારણે લાંબા સમય સુધી હાઇવે બંધ રહ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હાઇવે પર ટ્રોલીની નીચે કાર દબાઈ જતા, કારમાં સવાર માતા-પિતા અને દીકરાનું ઘટના સ્થળે મૃત્યુ…જુઓ લાઈવ અકસ્માતની ઘટનાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*