ભાજપ સરકારની વિરુદ્ધમાં સમગ્ર વડોદરા શહેરમાં લાગ્યા અનેક પોસ્ટરો, જાણો શું છે આ મામલો

Published on: 2:31 pm, Sun, 23 August 20

ભાજપ સરકારની વિરુદ્ધમાં લોકોને જાગૃત કરતા અનેક પોસ્ટર સમગ્ર વડોદરા શહેરમાં લગાડવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં દેશની ભોળી ભોળી જનતાને જાગૃત કરે તેવી માહિતી લખવામાં આવી હતી. થોડાક સમય પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન અનેક મેળાઓ ઊભા થયા હતા. સી.આર.પાટીલ સાહેબ ના સ્વાગત કરવા માટે ભાજપના કાર્યકરો એટલા ઉત્સાહિત હતા કે કોરોનાવાયરસ ને ભૂલી ગયા અને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક નું પાલન કર્યા વગર સી આર પાટીલ સાહેબનું સ્વાગત કરવામાં લાગી ગયા.

વડોદરા શહેરમાં રાત્રી દરમ્યાન અનેકો પોસ્ટર લગાવવામાં આવ્યા જેમાં સ્પષ્ટ શબ્દોમાં સત્તાધારી પક્ષની વિરુદ્ધમાં વલણ ચલાવવામાં આવ્યું હતું. એક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે દરેક નેતાઓના છોકરા સરકારી સ્કૂલોમાં ભણવા જોઈએ અને સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા જોઈએ જેથી તે લોકોને ખ્યાલ આવે કે આ વસ્તુ નો ઉપયોગ લોકો કેવી રીતે કરી રહ્યા છે અને લોકોને કેવી સુવિધા આપવામાં આવી રહી છે. બીજા પોસ્ટરમાં જનતા દ્વારા લખવામાં આવ્યું હતું કે દરેક સરકારી કચેરીમાં કેમેરા લગાવવા જોઈએ અને પ્રસારણ જાહેરમાં થવું જોઈએ જેથી ભ્રષ્ટાચાર કરવામાં અધિકારીઓ ડર અનુભવે.

ત્રીજા પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે જ્યાં સુધી ગુજરાતનું સંપૂર્ણ દેવું પતે નહીં ત્યાં સુધી નેતાઓના પગાર બંધ કરવા જોઈએ જેથી જે પણ નેતાઓ લોકોની સામે સેવાના ઢંઢેરા પીટે છે તે બંધ કરી દે અને નેતાઓને મળતી અનેક હાઈફાઈ સુવિધાઓમાં 50 ટકાથી પણ વધારે કાપ મૂકવો જોઈએ.

ચોથા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ઓછામાં ઓછુ 12પાસ વ્યક્તિ જ નેતા બની શકે. પાંચમા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે લોન માટે જામીન હોય છે તો નેતાઓના જામીન કોણ?

સમગ્ર વડોદરા શહેરમાં ભાજપ સરકારની વિરુદ્ધમાં આવા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે જે શહેરની જનતાને જાગૃત કરવામાં મદદ કરી શકે છે અને સરકાર ઉપર સીધું નિશાન તાક્યું છે.

Be the first to comment on "ભાજપ સરકારની વિરુદ્ધમાં સમગ્ર વડોદરા શહેરમાં લાગ્યા અનેક પોસ્ટરો, જાણો શું છે આ મામલો"

Leave a comment

Your email address will not be published.


*