મણીધર બાપુએ કહ્યું કે, માં મોગલને રાજી કરવા માટે કોઈ ઉપવાસની જરૂર નથી, મંગળવારના દિવસે આ કાર્યો કરશો તો માં મોગલ હંમેશા માટે પ્રસન્ન રહેશે…

Published on: 11:49 am, Wed, 22 November 23

મિત્રો ભારત દેશમાં ગુજરાતની ધરતીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ગુજરાતના ખૂણે ખૂણે દેવી દેવતાઓનો વાસ છે. દરેક લોકો ભગવાનને અલગ અલગ રૂપમાં માનતા હોય છે અને તેમની પૂજા અર્ચના કરતા હોય છે. મિત્રો તમને બધાને ખબર હશે કે માં મોગલ અઢારે વરણની માતા છે.

માં મોગલના તો પરચા અપરંપાર છે અને માં મોગલે અત્યાર સુધીમાં લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે. માત્ર માં મોગલનું નામ લેવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થઈ જતા હોય છે. માં મોગલના ભક્તો માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ જોવા મળે છે.

મિત્રો તમે બધા કચ્છમાં આવેલા માં મોગલના કબરાઉ ધામ મંદિરથી પરિચિત હશો જ. આ મંદિરમાં દેશ વિદેશથી ભક્તો પોતાની માનતા પૂરી કરવા આવતા હોય છે. મિત્રો તમને જણાવી દઈએ કે અહીં મંદિરમાં કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી.

ફક્ત અહીં અન્નદાન જ લેવામાં આવે છે. મિત્રો અહીં મણીધર બાપુ હાજરાહજૂર છે. મણીધર બાપુ કહે છે કે, માં મોગલ ને કોઈ પણ પ્રકારના દાનભેટની જરૂર નથી. માતાજી તો માત્ર ભક્તોના ભાવની ભૂખી છે. મણીધર બાપુ કહે છે કે, જો તમારે માં મોગલને રાજી કરવી હોય તો ગરીબ લોકોને કપડાં આપજો અને તેમને ભોજન જમાડજો.

તમારા આ કાર્યોથી માં મોગલ હંમેશા તમારા ઉપર પ્રસન્ન રહેશે. મણીધર બાપુએ કહ્યું કે, માં મોગલને પ્રસન્ન કરવા માટે કોઈ પણ પ્રકારના ઉપવાસ કરવાની જરૂર નથી. જો તમે મંગળવારના દિવસે ગરીબ બાળકોને જમાડશો એટલે માં મોગલના આશીર્વાદ હંમેશા તમારા ઉપર રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "મણીધર બાપુએ કહ્યું કે, માં મોગલને રાજી કરવા માટે કોઈ ઉપવાસની જરૂર નથી, મંગળવારના દિવસે આ કાર્યો કરશો તો માં મોગલ હંમેશા માટે પ્રસન્ન રહેશે…"

Leave a comment

Your email address will not be published.


*