અંધશ્રદ્ધાના નામે ખોટું ખોટું ધુણતા ઢોંગી ભુવાઓ વિશે મણીધર બાપુએ કહ્યું કે, “આવા ખોટીનાઓની વાતમાં… વીડિયો જોઈને તમે પણ હોશિયાર બની જશો…

Published on: 1:08 pm, Sat, 11 February 23

મિત્રો સોશિયલ મીડિયા પર તમે દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હશો. ખાસ કરીને છેલ્લા થોડાક સમયથી આ આધુનિક યુગમાં અંધશ્રદ્ધાઓના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે. આજના સમયમાં તમામ ભણેલા ગણેલા લોકો હોવા છતાં પણ ઘણા લોકો અંધશ્રદ્ધામાં ઘૂસી જાય છે અને ખૂબ જ મોટું નુકસાન કરી બેસતા હોય છે.

મિત્રો તમને બધાને ખબર હશે કે આજથી થોડા દિવસો પહેલા ગુજરાતમાં એક પિતાએ અંદર શ્રદ્ધામાં પોતાની 14 વર્ષની દીકરીનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ હજુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં એક પરિવાર અંધશ્રદ્ધાવા અને ઢોંગી ભુવાનો ભોગ બન્યું હતું. પરિવારના એક વ્યક્તિએ ભુવાને પોતાની ભેંસ વેચી હતી અને ત્યારબાદ બંને વચ્ચે પૈસાની લેતીદેતીમાં મગજમારી થઈ હતી.

ત્યારે ભુવાએ પરિવારને બીવડાવવા માટે પ્લાન બનાવ્યો. અને પરિવારના સભ્યોને ડરાવ્યા કે હું તારા પર માતાજી બેસાડીશ અને એમ કરીને પરિવાર પાસેથી ઘણા બધા રૂપિયા પડાવી લીધા હતા. દરરોજ આવા અનેક કિસ્સાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ત્યારે ઘણા બધા સંતો, ઘણા બધા ગાદીપતિઓ અને ઘણા બધા બાપુ આજે પણ સાચા છે અને તેઓ આજે પણ અંધશ્રદ્ધા સામે મોરચો ખોલીને બેઠા છે.

ત્યારે કચ્છના કબરાઉ ખાતે માં મોગલની સેવા કરી રહેલા ઋષિ ચારણ મણીધર બાપુને તમે જરૂર ઓળખતા હશો. મિત્રો તમને જણાવી દઈએ કે મણીધર બાપુ હંમેશા અંધશ્રદ્ધાનો વિરોધ કરે છે અને લોકોને સમજાવે છે કે અંધશ્રદ્ધાથી દૂર રહો નહીતર તમારો આખો પરિવાર બરબાદ થઈ જશે. ત્યારે ગુજરાતની એક મીડિયા ચેનલ દ્વારા મણીધર બાપુને અંધશ્રદ્ધા વિશે પૂછવામાં આવ્યું હતું.

ત્યારે મણીધર બાપુએ ચેનલ ઉપર અંધશ્રદ્ધા વિશે નિવેદન આપતા જણાવ્યું કે, મારી સરકારને એક જ અપીલ છે કે એવો કાયદો લાવો કે આવી અંધશ્રદ્ધા ફેલાવનાર લોકોને દસ વર્ષની જેલ થાય. જે લોકો માતાજીને બેસાડે છે તેનું જ અર્ધપતન થઈ જાય જ્યારે સામે વાળો વ્યક્તિ ખૂબ જ ધન સંપત્તિ પ્રાપ્ત કરે છે. મણીધર બાપુએ વધુમાં વાત કરતા જણાવ્યું કે, આવા ખોટીનાઓને કહો કે તમે સાચા હોય તો વીજળીના તારને પકડી લો.

આ ઉપરાંત મણીધર બાપુએ અંધશ્રદ્ધા પર ઘણી બધી મહત્વની વાતો કરી હતી. બાપુએ કહ્યું કે આજના જમાનામાં તમામ લોકોને અંધશ્રદ્ધાનો ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. મણીધર બાપુ એ કીધું કે માતાજીના ચમત્કાર નથી હોતા પરંતુ તેના પર રાખવામાં આવેલો વિશ્વાસ હોય છે. મિત્રો જો તમારી આસપાસ પણ કોઈ લોકો આવી અંધશ્રદ્ધામાં ફસાયેલા હોય તો તેમને આ વિડીયો જરૂર બતાવજો અને તેમના પરિવારને અંધશ્રદ્ધાનો ભોગ બનતા બચાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અંધશ્રદ્ધાના નામે ખોટું ખોટું ધુણતા ઢોંગી ભુવાઓ વિશે મણીધર બાપુએ કહ્યું કે, “આવા ખોટીનાઓની વાતમાં… વીડિયો જોઈને તમે પણ હોશિયાર બની જશો…"

Leave a comment

Your email address will not be published.


*