હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે એક યુવતી પર પથ્થર વડે પ્રહાર કરીને તેને એવું દર્દનાક મોત આપ્યો છે કે સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે. યુવતીનો જીવ લીધા બાદ યુવકે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું.
જાણવા મળી રહ્યું છે કે યુવક યુવતીને એક તરફે પ્રેમ કરતો હતો. બંને એક જ ગામના રહેવાસી હતા. આ ઘટના બુધવારના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ મધ્યપ્રદેશમાં બની હતી. મળતી માહિતી અનુસાર અહીં 23 વર્ષના સુનિલ નામના યુવકે 20 વર્ષની લલિતા નામની યુવતીનો જીવ લઈ લીધો હતો અને ત્યારબાદ સુનિલે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે બંનેના પરિવારજનોના નિવેદન લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
મળતી માહિતી અનુસાર ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ લલિતા NEETની ઓનલાઇન તૈયારી કરી રહી હતી. જ્યારે સુનિલે ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. સુનિલ લલિતા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. પરંતુ લલિતા સુનિલ સાથે લગ્ન કરવા ઇચ્છતી ન હતી.
બુધવારના રોજ સવારે લલિતા પોતાના સંબંધી સાથે એક જગ્યાએ અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે પડોશના ગામમાં ગઈ હતી. આ દરમિયાન લલિતાના નાના ભાઈ બહેન ઘરે હતા. પછી લલિતા કોઈ કામ અર્થે ખેતરમાં ગઈ હતી. ત્યારે તેને 100 ફૂટ દૂર સુનિલને જોયો હતો.
પછી સુનિલ લલિતાને લગ્ન માટે મનાવવા લાગ્યો ત્યારે ગુસ્સામાં ભરાયેલી લલિતાએ લગ્ન માટે ના પાડી દીધી હતી. જેથી ગુસ્સામાં સુનિલે નજીકમાં પડેલા પથ્થર વડે લલિતાનો જીવ લઇ લીધો હતો. ત્યારબાદ તે ત્યાંથી ભાગી ગયો હતો અને પછી તેને ઝાડ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment