28 વર્ષના યુવકે નહેર પાસે ઝાડ પર ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… જાણો યુવકને એવું તો શું દુઃખ હશે…

Published on: 12:25 pm, Thu, 2 November 23

દેશભરમાં સુસાઇડના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે ઝાડ પર લટકીને ગળાફાંસો ખાઈ લીધો છે. ઘટનાની માહિતી મળતા જ આસપાસના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સુસાઇડ કરનાર યુવકના માતા-પિતાનું પહેલા જ અવસાન થઈ ચૂક્યું છે. હાલમાં પોલીસે સુસાઇડ કરનાર યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું છે. યુવકે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.

આ સુસાઇડની ઘટના હરિયાણામાંથી સામે આવી રહી છે. સુસાઇડ કરનાર યુવકનું નામ પ્રવીણ હતું અને તેની ઉંમર 28 વર્ષની હતી. પ્રવીણ મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો. બુધવારના રોજ પ્રવિણનું મૃતદેહ કેનાલના કિનારે આવેલા ઝાડ પર લટકતું મળી આવ્યું હતું.

પછી ગામના લોકોએ આ ઘટનાની જાણ પોલીસ અને પ્રવીણના પરિવારજનોને કરી હતી. પછી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પ્રવીણ મૃતદેહને નીચે ઉતારીને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી. મળતી માહિતી અનુસાર સુસાઇડ કરનાર પ્રવીણના માતા પિતા નું લગભગ 10 વર્ષ પહેલા બીમારીના કારણે અવસાન થયું હતું.

ઉપરાંત છેલ્લા ઘણા સમયથી પ્રવીણ પણ માનસિક રીતે અસ્તવ્યસ્ત રહેતો હતો. હાલમાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રવીણ માનસિક ત્રાસથી કંટાળીને સુસાઇડ કરી લીધું છે. પ્રવીણનું મોત થતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "28 વર્ષના યુવકે નહેર પાસે ઝાડ પર ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… જાણો યુવકને એવું તો શું દુઃખ હશે…"

Leave a comment

Your email address will not be published.


*