વડોદરામાં વરરાજાની કાર ચલાવતા વ્યક્તિએ 17 જેટલા જાનૈયાઓને કચડી નાખ્યા, વરરાજાની માસીનું કરુણ મોત…જુઓ હૈયું હચમચાવતો અકસ્માતનો વિડીયો…

વડોદરામાં(Vadodara) બનેલી એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વડોદરા જિલ્લાના વાઘોડિયામાં લગ્ન પ્રસંગમાં કંઈક એવી ઘટના બની કે ખુશીઓમાં માતમ ફેરવાઈ ગયો છે. વાઘોડિયાના પ્રણામી ફળિયામાં લગ્નના વરઘોડામાં વરરાજાને લઈને જઈ રહેલા કાર ચાલકે ભૂલેથી બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવી દીધું હતું. જેના કારણે બેકાબુ બનેલી કાર 17 જેટલા જાનૈયાઓને કચડી નાખ્યા હતા.

આ અકસ્માતની ઘટનામાં વરરાજાના માસીનું કારની નીચે કચડાઈ જવાના કારણે મોત થયું હતું. આ ગંભીર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા વાઘોડિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં રાત્રે એક વાગ્યાની આસપાસ જાન કાઢવામાં આવી હતી. ડીજેના તાલ ઉપર જાનૈયાઓ મન મૂકીને ડાન્સ કરી રહ્યા હતા. ધીમે ધીમે જાન લગ્ન મંડપ તરફ આગળ વધી રહી હતી. આ દરમિયાન વરરાજા એક ગાડીમાં બેઠેલો હતો. ત્યારે અચાનક જ કાર ચલાવતા વ્યક્તિએ બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવી દીધું હતું.

જેના કારણે યમદૂત બનેલી કાર જાનૈયાઓ ઉપર ચડી ગઈ હતી. આ ઘટનામાં વરરાજાના માસી ચંપાબેન પ્રભુદાસ મકવાણાના માથા ઉપરથી કાર પસાર થઈ ગઈ હતી આ કારણોસર તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારબાદ બેકાબૂ બનેલી કાર એક લોખંડના થાંભલા સાથે જઈને અથડાઈ હતી. આ ઘટનામાં લગભગ 17 જેટલા જનનિયાઓ ઇજાગ્રસ્ત થયા હતા.

પછી 108 અને ખાનગી વાહનની મદદ થી જાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 17 માંથી 9 જેટલા જાનૈયાઓને દાખલ કરવામાં આવ્યા છે અને આઠ જેટલા જાનૈયાઓને પ્રાથમિક સારવાર આપીને છૂટા કરી દેવામાં આવ્યા હતા. જ્યારે વરરાજાના 50 વર્ષના માસીનું આ અકસ્માતમાં મોત થતા લગ્નની ખુશીઓમાં માતમ છવાઈ ગયો છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળે જ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સ્થળથી થોડીક દૂર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*