મમતા દીદી એ ભાજપને આપી ખુલ્લી ચેલેન્જ, કહ્યુ કે ચૂંટણી પછી જોઈશું કે…

131

ભાજપના હિન્દુકાર્ડ પર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે હું પણ હિન્દુ છું અને મારી સાથે હિન્દુકાર્ડ ન રમો, હું દરરોજ ઘરેથી ચંડીપાઠ કરીને નીકળું છું, જે હિંદુ મુસલમાન કરે છે તે લોકો સાંભળી લે. બંગાળ વિધાનસભાની ચૂંટણીના સંગ્રામનાય બ્યુગલ બાજી ચૂક્યા છે.

દરેક પાર્ટી પોતાના દાવા કરી રહી છે ત્યારે બંગાળની અત્યારે સૌથી હાઇ પ્રોફાઇલ સીટ બની ગયેલી નંદીગ્રામ થી મમતા બેનરજીએ હુંકાર ભરી દીધી છે અને એક રેલીમાં ભાજપની હિન્દુત્વ ની રાજનીતિને લઈને આક્રમક પ્રહાર કર્યા છે.

મમતા બેનરજીએ ભાજપને સલાહ આપતા કહ્યું કે હું પણ હિન્દુ છું અને મારી સાથે હિન્દુ કાર્ડની રમત ન રમો તો જ સારું છે,હું રોજ ઘરેથી ચંડીપાઠ કરીને નીકળું છું અને જે લોકો હિન્દુ મુસલમાન ની વાત કરી રહ્યા છે.

તે સાંભળી લે, પગ ખેંચીને ખોટું બોલવાનું બંધ કરી નાખો અને આવનારા દિવસોમાં હું નંદીગ્રામ વિકાસ મોડેલ તૈયાર કરવાની છું, વધુમાં જનતાને સંબોધિત કરીને તેઓએ કહ્યું કે, 1 એપ્રિલના રોજ ભાજપનું એપ્રિલ ફૂલ કરી નાખજો.

અને ચૂંટણી પછી હું જોઈશ કે જીભમાં કેટલી ઝેર છે, મિઠાઈ ખાઓ અને જીભની કટુતા દૂર કરો.મમતા બેનરજીએ ભાજપને સલાહ આપતા કહ્યું કે હું પણ હિન્દુ છું અને મારી સાથે હિન્દુ કાર્ડની રમત ન રમો તો જ સારું છે.

હું રોજ ઘરેથી ચંડીપાઠ કરીને નીકળું છું અને જે લોકો હિન્દુ મુસલમાન ની વાત કરી રહ્યા છે તે સાંભળી લે, પગ ખેંચીને ખોટું બોલવાનું બંધ કરી નાખો અને આવનારા દિવસોમાં હું નંદીગ્રામ વિકાસ મોડેલ તૈયાર કરવાની છું.

વધુમાં જનતાને સંબોધિત કરીને તેઓએ કહ્યું કે, 1 એપ્રિલના રોજ ભાજપનું એપ્રિલ ફૂલ કરી નાખજો અને ચૂંટણી પછી હું જોઈશ કે જીભમાં કેટલી ઝેર છે, મિઠાઈ ખાઓ અને જીભની કટુતા દૂર કરો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!