બાઈક પર જતા મામા અને ભત્રીજાને બેકાબુ ડમ્પર ચાલકે કચડી નાખ્યા, મામા અને ભત્રીજાની એક સાથે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું… બંનેના મૃતદેહની એવી હાલત થઈ ગઈ હતી કે…

Published on: 4:55 pm, Mon, 29 May 23

Death of maternal nephew: ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં ડમ્પર ચાલકે બાઈક પર સવાર મામા અને ભત્રીજાને કચડી નાખ્યા હતા. જેના કારણે મામા અને ભત્રીજો અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના રાજસ્થાનના અલવરમાંથી સામે આવી રહી છે.

સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આજરોજ સવારે સાડા નવ વાગ્યાની આસપાસ દિલ્હીથી-જયપુર હાઇવે 48 પર આ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં 35 વર્ષીય મામા મહેશકુમાર અને તેમના 13 વર્ષીય ભત્રીજા નિશાંતનું મોત થયું છે. મામા ભત્રીજાનું એક સાથે મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

हादसे के बाद मौके पर भीड़ जुट गई। शवों को एंबुलेंस से बहरोड़ हॉस्पिटल की मॉर्च्युरी पहुंचाया गया।

મળતી માહિતી અનુસાર રવિવારના રોજ મહેશકુમાર પોતાની બહેન રવિના ના ઘરે ગયા હતા. રવિના મહેશકુમાર ની પિતરાઈ બહેન છે. મહેશકુમાર એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા. રવિવારે ઓફિસેથી છૂટ્યા બાદ તેઓ પોતાની બહેનને મળવા માટે તેના ઘરે ગયા હતા. બહેનના ઘરે તેઓ રાત રોકાયા હતા. આજરોજ સવારે જ્યારે તેઓ ઘરે આવવા માટે નીકળી રહ્યા હતા. ત્યારે બહેનના દીકરાય મહેશકુમાર સાથે જવાની જીદ કરી હતી.

પછી મહેશકુમાર પોતાના ભત્રીજા નિશાંતને લઈને ઘરે આવવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક ડમ્પર ચાલકે મામા ભત્રીજાને કચડી નાખ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ની પાછળ બેઠેલો ભત્રીજો હવામાં ફંગોળાઈને દૂર જઈને પડ્યો હતો. જેના કારણે ડમ્પરની નીચે ભત્રીજાનું માથું કચડાઈ ગયું હતું. આ ઉપરાંત મામા પણ ભત્રીજાની સાથે ડમ્પરની નીચે ગયા હતા.

नेशनल हाईवे पर दहमी गांव के पास सड़क किनारे पड़ी बाइक। बाइक पूरी तरह पिचक गई।

ડમ્પર ચાલે કે મામા અને ભત્રીજાને 150 મીટર સુધી રોડ ઉપર ખસેડ્યા હતા. આ કારણોસર બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને બંનેનું કરુણ મોત થયું હતું. અકસ્માતની ઘટના બની આ બાદ ડમ્પર ચાલક થોડીક આગળ ડમ્પર રોડની સાઈડમાં મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા જ પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલો નિશાંત માતા પિતાનો એકનો એક દીકરો હતો. એકના એક દીકરાનું મોત થતા જ પરિવારે હૈયાફાટ રૂદન કર્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે નંબર ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક પર જતા મામા અને ભત્રીજાને બેકાબુ ડમ્પર ચાલકે કચડી નાખ્યા, મામા અને ભત્રીજાની એક સાથે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું… બંનેના મૃતદેહની એવી હાલત થઈ ગઈ હતી કે…"

Leave a comment

Your email address will not be published.


*