આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી એક મહત્વપૂર્ણ મુદ્દે માહિતી આપતા જણાવ્યું કે, દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા કરાયેલા અરવિંદ કેજરીવાલના કાર્યોથી પ્રભાવિત થઈને આજે સમસ્ત ગુજરાત આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે અગ્રેસર થઈ રહ્યું છે. વધુમાં ઈશુદાન ગઢવીએ વાત કરતા જણાવ્યું કે એક દિવસ હવે ખૂબ જ જલ્દી આવશે જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન સૌથી મોટું સંગઠન બની જશે. કેમકે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ભાજપને છોડીને સામાન્ય લોકોમાં ઈમાનદાર માણસોની સંખ્યા વધારે છે.
આમ આદમી પાર્ટી ગુજરાતમાં જાગૃતતા ફેલાવવામાં સફળ રહે છે અને આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતા તરફથી અદભુત પૂર્વ પ્રેમ સાથે સમર્થન મળી રહ્યું છે. વધુમાં ઈશુદાન ગઢવીએ વાત કરતા જણાવ્યું કે, ભાજપ કિસાન મોરચાના ખંભાળિયા તાલુકાના ઉપપ્રમુખ મહેશદાન સોરઠીયા આજે પોતાના 200થી પણ વધારે સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મહેશદાન સોરઠિયા વિશે વાત કરતા ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે, મહેશ સોરઠીયા પોતાના વિસ્તારમાં એક ગૌસેવક તરીકે અને પ્રજાસેવક તરીકે પ્રખ્યાત છે.
તેઓ જનતાનું કામ કરવા માટે ભાજપમાં જોડાયા હતા પરંતુ ભાજપ તરફથી તેમને કોઈ પણ પ્રકારની મદદ ન મળી અને એટલા માટે જ એમને ભાજપમાંથી રાજીનામું આપ્યું. તેઓને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીમાં રહીને તેઓ વધુમાં વધુ ધન સેવાનું કાર્ય કરી શકશે એટલે તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ઈશુદાન ગઢવી એ કહ્યું કે મહેશદાન સોરઠીયાણી સાથે સાથ વજાભાઈ હમીર ભરવાડ, મહેબૂબાભાઈ લંધા, કાનાભાઈ પરમાર, અનિલ સોલંકી, અમરભાઈ ચાવડા, દુલાભાઈ ગઢવી, કરસનભાઈ નદાણીયા, મારખી આંબલીયા, ધામેલીયા ભોચિયા અને મોમાયા ગઢવી અને 200 થી વધુ ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment