મિત્રો તમે બધા ગુજરાતના જાણીતા બિઝનેસમેન અને હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણીને તો જરૂર ઓળખતા હશો. મહેશભાઈ સવાણી હંમેશા પોતાના સેવાકીય કાર્યોના કારણે ચર્ચામાં રહે છે. કોઈપણ સેવાકીય કાર્ય હોય ત્યારે મહેશભાઈ સવાણી અને તેમનું સવાણી પરિવાર હંમેશા અગ્રેસર હોય છે.
તમે બધાને ખબર હશે કે સવાણી પરિવાર દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ લગ્નમાં તેઓ પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવીને તેમને કન્યાદાન આપે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પી.પી.સવાણી ગ્રુપ દ્વારા 24 અને 25 ડિસેમ્બર રોજ બે દિવસના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર આ વર્ષે પી.પી. સવાણી ગ્રુપ દ્વારા 300 જેટલી પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવવામાં આવશે. 300 દીકરીઓ માંથી 4 દીકરીઓ મુસ્લિમ સમાજની છે અને 1 દીકરી ખ્રિસ્તી સમાજની છે. દરેક દીકરીઓના લગ્ન પોતાના સમાજની રીતે રિવાજ મુજબ કરવામાં આવશે. હાલમાં પી.પી.સવાણી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નની તૈયારીઓ ચાલુ છે.
મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષના સમૂહ લગ્નને અનોખા બનાવવા માટે પી.પી.સવાણી ગ્રુપ કંઈક અનોખું કરવા જઈ રહ્યું છે. આ વર્ષે પી.પી.સવાણી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નની સાથે એક લાખથી પણ વધુ લોકોને એક સાથે અંગદાન માટે સોગંદ લેવડાવશે. આ ઉપરાંત 1000 વિદ્યાર્થી દતક યોજના અંતર્ગત જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે,
દિવ્યાંગ છે અથવા તો આર્થિક નબળા પરિવારના બાળકોને દતક લેવામાં આવશે. આ દીકરા અને દીકરીઓને JEE/CA/NEET/UELTS અને SAT તેમજ વિવિધ પરીક્ષાઓની તૈયારીઓ કરાવવામાં આવશે. દીકરા અને દીકરીઓને આર્થિક રીતે પણ મદદ કરવામાં આવશે આ ઉપરાંત શૈક્ષણિક રીતે પણ તેમની મદદ કરવામાં આવશે.
મિત્રો તમને જણાવી દઈએ કે મહેશભાઈ સવાણી અને તેમના પરિવારને અત્યાર સુધીમાં 4872 થી વધુ દીકરીઓના લગ્ન કરાવ્યા છે. હજારો દીકરીઓનું કન્યાદાન કરીને મહેશભાઈ સવાણી હજારો દીકરીઓના પાલક પિતા બન્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment