આમની ભક્તિ તો જુવો..! અમેરિકામાં રહીને કરોડો રૂપિયાની કમાણી કરતા, આ હરિભક્તો આજે પ્રમુખસ્વામી નગરમાં રહીને કરે છે ટોયલેટ સાફ…

Published on: 11:15 am, Sun, 18 December 22

મિત્રો તમને બધાને ખબર છે કે અમદાવાદ શહેરના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. દેશ-વિદેશથી હરિભક્તો અહીં મુલાકાતે આવી રહ્યા છે. આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવની મુલાકાતે દરરોજ ઘણા મોટા મોટા બિઝનેસમેનો અને કલાકારો આવે છે. 14 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી મહારાજ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું.

એક મહિના સુધી આ મહોત્સવ ચાલવાનો છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને સફળ બનાવવા માટે હજારોની સંખ્યામાં હરિભક્તો પોતાનો કામ ધંધો મૂકીને અહીં છેલ્લા ઘણા મહિનાઓથી સેવા આપી રહ્યા છે. મિત્રો અહીં દરરોજ લાખો લોકો આવે છે. તેથી અહીંના ટોયલેટ સાફ રાખવા ખૂબ જ જરૂરી છે.

અહીં ટોયલેટ ની સાફ-સફાઈ માટે 1100 જેટલા હરી ભક્તો જોડાયેલા છે. ત્યારે આજે આપણે એવા હરિભક્તો વિશે વાત કરવાના છીએ જેમનું કામ સાંભળીને તમે પણ તેમની વાવવા કરશો. USથી અહીં આવેલા મોટેલના માલિક જેમનું નામ સુરેશભાઈ છે. USમાં પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા જયેશભાઈ 8 થી 12 કલાક ટોયલેટની સાફ-સફાઈ કરવાનું કામ કરી રહ્યા છે.

મિત્રો સુરેશભાઈ જણાવ્યું કે, હું અમેરિકામાં રહું છું અને અમેરિકામાં મોટેલનો માલિક છું. હું અહીં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા અને ભક્તિ કરવા માટે આવ્યો છું. હું દિવસમાં આઠ થી 12 કલાક ટોયલેટ બાથરૂમ સાફ કરીને સેવા કરું છું.

સુરેશભાઈ વધુમાં જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજને સ્વચ્છતા ખૂબ જ પ્રિય હતી અને તેથી અમે પણ પ્રમુખસ્વામી મહારાજના પગલે પગલે સ્વચ્છતામાં ધ્યાન આપીએ છીએ. જ્યારે બીજા હરિભક્ત જયેશભાઈ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું કે, હું છેલ્લા ત્રણ દિવસોથી USથી અહીં સેવા આપવા માટે આવ્યો છું.

અમેરિકામાં હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું. તેમને જણાવ્યું કે હું પ્રમુખસ્વામી મહારાજ મહોત્સવમાં 35 દિવસ સેવા આપીશ. હું બપોરે ચાર વાગ્યા છે રાત્રે 11:30 વાગ્યા સુધી ટોયલેટ સાફ કરીને સેવા કરું છું. મિત્રો આવી જ રીતે ઘણા હરિભક્તો પોતાનો કામ ધંધો મૂકીને મહિનાઓથી અહીં સેવા આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આમની ભક્તિ તો જુવો..! અમેરિકામાં રહીને કરોડો રૂપિયાની કમાણી કરતા, આ હરિભક્તો આજે પ્રમુખસ્વામી નગરમાં રહીને કરે છે ટોયલેટ સાફ…"

Leave a comment

Your email address will not be published.


*