પતિએ પત્નીના શરીરના 50 ટુકડા કરી નાખ્યા, પછી આરોપી પતિએ કંઈક એવું કર્યું કે…પત્નીનું માથું હજુ પણ નથી મળ્યું…જાણો કાળજુ કંપાવી દેનારી ઘટના

Published on: 2:00 pm, Sun, 18 December 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પતિએ પોતાની પત્ની સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં પતિએ પોતાની પત્નીના શરીરના 50 ટુકડા કરી નાખ્યા હતા. ત્યારબાદ મૃતદેહના ટુકડા એક કોથળામાં ભરીને ઘરમાં મૂકી દીધા હતા.

ત્યારબાદ પોતાની પત્નીના કેટલાક ટુકડા નજીકના વિસ્તારમાં આસપાસ સુમસાન જગ્યા પર ફેંકી દીધા હતા. મળતી માહિતી અનુસાર ત્યારબાદ આસપાસના લોકોએ કૂતરાને મૃતદેહના ટુકડા ખાતા જોયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ આસપાસના લોકોએ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારના રોજ બની હતી. પરંતુ શનિવારના રોજ સાંજે મૃત્યુ પામેલી મહિલાના શરીરના ટુકડા મળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર પોલીસને હજુ સુધી મહિલાનું માથું મળ્યું નથી. પોલીસને મહિલાના મૃતદેહના 14 ટુકડા મળ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સાહેબગંજમાં બની હતી.

25 વર્ષના દિલદાર અન્સારી નામના વ્યક્તિએ પોતાની 22 વર્ષના રીબીકા નામની પત્નીનો જીવ લીધો હતો. મળતી માહિતી અનુસાર આરોપી પતિએ ઈલેક્ટ્રીક કટર વડે પોતાની પત્નીના 50 થી વધુ ટુકડા કર્યા હતા. પોલીસે આરોપી પતિને કસ્ટડીમાં લીધો છે. હાલમાં પોલીસ મૃત્યુ પામેલી પત્નીના મૃતદેહના ટુકડા ભેગા કરી રહી છે.

દિલદાર અન્સારીએ કયા કારણોસર પોતાની પત્નીનો જીવ લીધો તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી. આ બાબતને લઈને પોલીસે પણ હજુ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. મળતી માહિતી અનુસાર બંનેના લગ્ન એક મહિના પહેલા જ થયા હતા.

મળતી માહિતી અનુસાર યુવતીના માતા પિતાને બંનેના લગ્ન સંબંધ પસંદ ન હતા. બંને સાથે રહેતા હતા પરંતુ બંને વચ્ચે ઝઘડો પણ ખૂબ જ થતો હતો. તાજેતરમાં થોડાક દિવસો પહેલા પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ કારણસર આરોપીએ પોતાની પત્નીનો જીવ લીધો હશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પતિએ પત્નીના શરીરના 50 ટુકડા કરી નાખ્યા, પછી આરોપી પતિએ કંઈક એવું કર્યું કે…પત્નીનું માથું હજુ પણ નથી મળ્યું…જાણો કાળજુ કંપાવી દેનારી ઘટના"

Leave a comment

Your email address will not be published.


*