મિત્રો તમે બધા સુરત શહેરના જાણીતા બિઝનેસમેન અને હજારો દીકરીના પાલક પિતા એવા મહેશભાઈ સવાણીને તો જરૂર ઓળખતા હશો. મહેશભાઈ સવાણી દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરીને પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવે છે. સુરતના પી.પી.સવાણી ગ્રુપના ચેરમેન અને ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી પિતા વગરની દીકરીઓ માટે મસીહા બનીને ઉભરી આવ્યા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં મહેશભાઈ સવાણીએ લગભગ 3500 થી પણ વધારે નિરાધાર દીકરીઓના લગ્ન કરાવ્યા છે. લગ્ન પછી પણ મહેશભાઈ સવાણી હંમેશા દીકરીઓનું ધ્યાન રાખે છે અને તેમને કંઈ પણ મુશ્કેલી પડે એટલે ખડે પગ તેમની પાસે પહોંચી જતા હોય છે. મહેશભાઈ સવાણી માત્ર એક જ ધર્મની દીકરીના નહીં પરંતુ અલગ અલગ ધર્મની દીકરીઓના પણ લગ્ન કરાવે છે.
લગ્ન થયા બાદ તેઓ તમામ યુગલો માટે મનાલીનો પ્રવાસ પણ ગોઠવે છે. આ વર્ષે પણ મહેશભાઈ સવાણીએ તમામ યુગલોને મનાલીના પ્રવાસે મોકલ્યા હતા. ત્યારે ખાવા-પીવાની, રહેવાની અને આવવા-જવાની તમામ સુવિધાઓ મહેશભાઈ સવાણી જ કરે છે. દીકરીઓના લગ્ન થયા બાદ મહેશભાઈ સવાણી બધી દીકરીઓનું સરખું ધ્યાન રાખે છે. એટલું જ નહીં પરંતુ દીકરીઓ કેવી રીતે જીવન જીવી રહે છે.
તેની તપાસ કરવા માટે તેઓ દીકરીઓના ઘરે પણ જાય છે. અરે આજે આપણે મહેશભાઈ સવાણીના તેવા જ એક કિસ્સા વિશે વાત કરવાના છીએ. આ ઘટના ઘણા સમયે પહેલાની છે અને તેનું એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર ત્યારે ખૂબ જ વાયરલ થયો હતો. થોડાક સમય પહેલા મહેશભાઈ સવાણી એક દીકરીને સરપ્રાઈઝ આપવા માટે તેમની ઘરની મુલાકાતે પહોંચ્યા હતા.
દીકરી એ પણ તેમના પાલક પિતા મહેશભાઈ સવાણીનું ખૂબ જ સારું સ્વાગત કર્યું હતું. દીકરીએ મહેશભાઈ સવાણીના કપાળ પર તિલક પણ કર્યું હતું. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે દીકરીના સ્વાગત સમયે મહેશભાઈ સવાણીને જોઈને દીકરી રડી પડી હતી.
ત્યારે મહેશભાઈ સવાણીએ દીકરીની માથે હાથ પહેરવીને તેને શાંત પાડી હતી. અને દીકરીને કહ્યું હતું કે આજે રડવાનું નથી આજે ખુશ થવાનો સમય છે. હું તારા સાસરિયામાં આવ્યો છું. મહેશભાઈ સવાણી દીકરીના માથે હાથ રાખીને તેને સાંજ કરી. આ ભાવિક દ્રશ્યોનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment