આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં સ્કૂટી પર સવાર બે જીગરજાન મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બંનેનું ઘટના સ્થળે મૃત્યુ થતાં જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટનામાં 21 વર્ષીય ગૌરવ અને 17 વર્ષીય વંશ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
મળતી માહિતી અનુસાર બંને મિત્રો સ્કુટી પર સવાર થઈને જઈ રહ્યા હતા. ત્યારે એક ઝડપી મહેન્દ્રા થાર કારે તેમની સ્કૂટીને જોરદાર ટક્કર લગાવી હતી. ત્યારબાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે બંનેની તપાસ કર્યા બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા. બંનેને એક લાલ કલરની થાર કારે જોરદાર ટક્કર લગાવી હતી.
આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કાર ભારતીય જનતા પાર્ટીના નેતાની છે. આ ભયંકર અકસ્માતની ઘટના મેરઠમાં બની હતી. મળતી માહિતી અનુસાર ખજુરી ગામના રહેવાસી ગૌરવ સોમવારના રોજ બપોરે પોતાના મિત્ર વંશ સાથે ઉજાનો સામાન ખરીદવા માટે સ્કુટી લઈને માર્કેટ જઈ રહ્યો હતો.
ત્યારે રસ્તામાં એક ઝડપી લાલ રંગની કારે તેમની સ્કૂટીને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટનામાં ગૌરવ અને વંશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તે લોકો બંને યુવકોને જાણતા હતા એટલે આ ઘટનાની જાણ તાત્કાલિક તેમના પરિવારજનોને કરી હતી. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા બંને મિત્રોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. પછી પોલીસે સમગ્ર ઘટનાને લઈને નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ત્યારે જાણવા મળ્યું કે લાલ રંગની એક થાર કાર્ય બંનેને જોરદાર ટક્કર લગાવી છે. ગૌરવ અને વંશનું મૃત્યુ થતા બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સોમવારના રોજ ગૌરવના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે વંશના અંતિમ સંસ્કાર મંગળવારના રોજ કરવામાં આવ્યા હતા. વંશના પિતા ચાર ભાઈઓ છે. ચાર ભાઈઓના બાળકોમાં વંશ માત્ર એક જ છોકરો હતો. બાકીની બહેનો છે. ઘરના એકના એક લાડકવાયા દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment