બાથરૂમમાં ન્હાતી વખતે 15 વર્ષની દીકરીનું બાથરૂમની અંદર તડપી તડપીને મોત…30 મિનિટ પછી માતાએ બાથરૂમનો દરવાજો ખખડાવ્યો ત્યારે કંઈક એવું બન્યું કે….

Published on: 4:25 pm, Wed, 1 February 23

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાથરૂમમાં ન્હાતી વખતે ધોરણ-8માં ભણતી એક વિદ્યાર્થીનીનું રિબાઈ રિબાઈને મોત થયું છે. દીકરીનું મૃત્યુ થતાં જ પરિવારના લોકોમાં માતમ છવાઈ ગયો છે. માસુમ દિકરી સાથે બાથરૂમની અંદર કંઈક એવું બન્યું કે સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે.

મળતી માહિતી અનુસાર ધોરણ આઠમાં ભણતી દીકરી રવિવારના રોજ સાંજના સમયે બાથરૂમમાં ન્હાવા માટે ગઈ હતી. લગભગ 30 મિનિટ થઈ ગઈ છતાં પણ દીકરી બાથરૂમમાંથી બહાર આવી નહીં. તેથી તેની માતાએ બહારથી બાથરૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દીકરી એ માતાને કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નહીં.

ત્યારબાદ માતાએ તાત્કાલિક બૂમ પાડીને પરિવારના સભ્યોને બાથરૂમ પાસે બોલાવ્યા હતા. અવાજ સાંભળીને પરિવારના લોકોને પડોશીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ બાથરૂમનો દરવાજો તોડવામાં આવ્યો હતો. દરવાજો તોડીને અંદર જોયું ત્યારે દીકરી બેભાન અવસ્થામાં પડેલી જોવા મળી હતી.

પછી પરિવારના લોકો તાત્કાલિક દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી. આ ચોકાવનારી ઘટના મેરઠમાં બની હતી. મૃત્યુ પામેલી દીકરીનું નામ પરવિન હતું અને તેની ઉંમર 15 વર્ષની હતી.

આ ઘટના રવિવારના રોજ સાંજના સમયે બની હતી. જાણવા મળી રહ્યું છે કે બાથરૂમમાં લાગેલા ગીઝરનો ગેસ લીકેજ થવાના કારણે દીકરીનું બાથરૂમની અંદર જ દર્દનાક મોત થયું હતું. ત્રણ દિવસ પહેલા પણ મેરઠમાં આવી જાય તો ઘટના બની હતી.

આ ઘટનામાં લગ્ન થઈ ગયા બાદ દુલ્હન સાસરીયામાં આવી હતી. સવારે જ્યારે દુલ્હન બાથરૂમમાં નાહવા જાય છે. ત્યારે બાથરૂમની અંદર જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. ગેસ લીકેજ થવાના કારણે દુલ્હનનું મૃત્યુ થયું હતું તેવું કહેવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાથરૂમમાં ન્હાતી વખતે 15 વર્ષની દીકરીનું બાથરૂમની અંદર તડપી તડપીને મોત…30 મિનિટ પછી માતાએ બાથરૂમનો દરવાજો ખખડાવ્યો ત્યારે કંઈક એવું બન્યું કે…."

Leave a comment

Your email address will not be published.


*