મિત્રો અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ હવે UAE માં બીએપીએસ હિન્દુ મંદિર નું નિર્માણ પૂર્ણ થઈ રહ્યું છે. આ ભવ્ય મંદિરનું ઉદઘાટન 14 ફેબ્રુઆરીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના હાથે થશે.
અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરનું નિર્માણ કાર્ય હવે અંતિમ સ્વરૂપમાં છે ત્યારે આ મંદિરની દુનિયાભરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે કારણ કે મુસ્લિમ દેશમાં હિન્દુ મંદિરનું નિર્માણ લોકોને ખૂબ ઉત્સાહિત કરી રહ્યું છે અને તમને જણાવી દઈએ કે અબુધાબીમાં બની રહેલા હિંદુ મંદિરનું ઉદઘાટન 14 ફેબ્રુઆરી થવાનું છે
ત્યારે તેની તૈયારી તો પુરા જોશમાં ચાલી રહી છે અને 42 દેશોના રાજદૂતોએ મંદિરની મુલાકાત લીધી છે.મંદિરની દુનિયાભરમાં ચર્ચા તો થઈ રહી છે પરંતુ તમને જણાવી દઈએ કે મહંત સ્વામી મહારાજે ખૂબ ઓછા સમયમાં 500થી વધુ સ્વામિનારાયણ મંદિરો ગુરુકુળ અને હોસ્પિટલ બનાવી છે.
એમના નેતૃત્વ હેઠળ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ હાલમાં અમેરિકામાં પણ અક્ષરધામ અને અબુધાબીમાં ભગવાન સ્વામિનારાયણના મંદિરનું નિર્માણ કાર્ય કરેલ છે.મંદિરમાં દેશના સાત અમીરાતનું પ્રતિનિધિત્વ કરનારા 7 મિનારા સામેલ કરવામાં આવ્યા છે. આ મંદિર લગભગ 27 એકરની જમીનમાં બનાવવામાં આવ્યું છે
અને આ મંદિરને બનાવવામાં ઉત્તર રાજસ્થાનની અબુધાબી સુધીના ગુલાબી પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ કારણે આખરી ગરમીમાં પણ મંદિરને નુકસાન નહીં પહોંચે અને મંદિર માટેનો આરસ ઇટાલી થી લાવવામાં આવ્યો છે તે જ સમયે કાર્બન ફ્રૂટ પ્રિન્ટ ઘટાડવા માટે મંદિરના પાયામાં ફ્લાય એશ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment