દુનિયામાં બાળક પર કોઈ પણ મુસીબત આવે પરંતુ માં તેનો સાથ કોઈપણ દિવસે છોડતી નથી. માં કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના બાળકને સાથ આપે છે. ત્યારે આપણે રાજકોટની એક માતાની વાત કરીએ છીએ. જેમાં માતાએ કરેલું કાર્ય સાંભળે તમારી આંખમાંથી પણ આંસુ આવી જશે.
રાજકોટ માં રહેતો એક યુવક દિવ્યાંગ હોવા છતાં પણ દરેક યુવા કામ કરીને બતાવે છે જે સામાન્ય લોકો પણ ના કરી શકે. આ 17 વર્ષીય યુવકનું નામ સ્મિત છે. સ્મિત નાની ઉંમરથી જ બીમારીથી પીડિત હતો તેના કારણે તે દિવ્યાંગ થયો હતો.
સ્મિત ભલે દિવ્યાંગ થઈ ગયો હતો પરંતુ તેની માતા તેણે કોઈ પણ દિવસ દિવ્યાંગ હોવાનો અનુભવ થવા દેતી ન હતી. સ્મિતની માતાનું નામ હીનાબેન છે. સ્મિતને તેના જન્મના ત્રણ મહિના પછી ગંભીર બીમારી થઈ ગઈ હતી.
આ બીમારીના કારણે હાથ અને પગ બંને કામ કરવાના બંધ થઈ ગયા હતા. પોતાના દીકરાની હાલત જોઈને સ્મિતની માતા હીનાબેન હાર ન માની અને 24 કલાક સ્મિતની સાથે રહેતા હતા. ભલે સ્મિતના હાથ અને પગ કામના કરતા હોય પરંતુ તે પહેલેથી જ હોશિયાર અને ખૂબ જ બુદ્ધિશાળી હતો.
તે પોતાના નાકની મદદથી મોબાઈલ ચલાવે છે. સ્મિત કરવાની સાથે સાથે અન્ય કામ પણ કરે છે. લોકડાઉન દરમિયાન ઘરમાં બેસીને ઓનલાઇન ધંધો કર્યો હતો. સુમિત ની માતા તેને ભણવામાં ખૂબ જ મદદ કરે છે. હીનાબેન સ્મિતને શાળાએ લેવા-મૂકવા પણ જાય છે.
સ્મિત મોટો થઈને મોટો અધિકારી થવા માગે છે. તેથી સ્મિતની માતા હીનાબેન સ્મિતને UPSCની પરીક્ષા માટે તૈયાર કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર સ્મિત દિવ્યાંગ હોવા છતાં પણ દર મહિને એક લાખ રૂપિયાની કમાણી કરે છે. સ્મિતને તેની માતાએ ખૂબ જ સપોર્ટ કર્યો છે તેના કારણે તે અત્યારે એટલો બધો આગળ વધ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment