આજરોજ એક માર્ચથી નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ત્યારે જ એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો વધારો થયો છે. એક તો મોંઘવારીના માર વચ્ચે એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થતા સામાન્ય જનતાને મોટો ઝટકો લાગ્યો છે.
આપણે દોસ્તો જણાવી દઈએ કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર જે 19 કિલોનો આવે છે તેમાં ભાવ વધ્યા છે એટલે કે બહારના રેસ્ટોરન્ટ વાળા લોકોને ભાવ વધતા મોટો ઝટકો લાગ્યો છે.આ અંતર્ગત 25.50 પ્રતિ સિલિન્ડર કિંમતના ભાવમાં વધારો થયો છે
અને આ પહેલા ફેબ્રુઆરીમાં 14 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધ્યા હતા અને જાન્યુઆરીમાં 1.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધ્યા હતા જોકે ઘરેલુ એલપીજી સિલિન્ડર એટલે કે ઘરેલુ રસોઈ ગેસ ની કિંમતમાં કોઈ ફેરફાર આવ્યો નથી.
કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ની નવી કિંમત આજથી લાગુ થઈ જશે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરને લઈને વધુ એક આંચકો લાગ્યો છે. ઓઇલ કંપનીઓએ પણ ચેક ઇન્ટરના ભાવમાં વધારો કર્યો છે અને આ હેઠળ કિંમત આશરે 624.37 રૂપિયા કિલો નો વધારો થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment