LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ફરી એક વખત આટલો વધારો – જાણો LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ…

Published on: 10:12 am, Fri, 1 April 22

દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે. દેશમાં ખાદ્યતેલ, પેટ્રોલ-ડીઝલ અને શાકભાજીના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે. ત્યારે ફરી એક વખત એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે.

એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતાં સામાન્ય જનતા મુંઝવણમાં મુકાય છે. નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. સરકારી ગેસ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં એક સાથે 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આ વધારો ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત પર નહીં. પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર કરવામાં આવ્યો છે. એટલે કે ઘરેલું ગેસ સિલિન્ડરના ગ્રાહકોને હાલમાં થોડીક રાહત છે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 10 દિવસ પહેલા વધારો કરવામાં આવ્યો હતો.

આજે દિલ્હીમાં ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 949.50 રૂપિયા ચાલી રહ્યો છે. કોલકત્તામાં ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 976 રૂપિયા ચાલી રહ્યો છે. મુંબઈમાં ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 949.50 રૂપિયા ચાલી રહ્યો છે.

ચેન્નઈમાં ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 965.50 રૂપિયા ચાલી રહ્યો છે. 19 કિલોગ્રામના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજે દિલ્હીમાં 19 કિલોગ્રામ એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 2253 રૂપિયા ચાલી રહ્યો છે.

કોલકાતામાં 19 કિલોગ્રામ એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 2351 રૂપિયા ચાલી રહ્યો છે. મુંબઈમાં 19 કિલોગ્રામ એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 2205 રૂપિયા ચાલી રહ્યો છે. ચેન્નઈમાં 19 કિલોગ્રામ એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 2406 રૂપિયા ચાલી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ફરી એક વખત આટલો વધારો – જાણો LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*