પ્રેમી અને પ્રેમિકાએ એક સાથે હોટલ રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો, બંનેના કરુણ મોત…પત્ની હોવા છતાં પણ યુવક ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો પરંતુ…

Published on: 2:55 pm, Thu, 10 November 22

આજકાલ સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ખાસ કરીને પ્રેમી પંખીડાઓ આ પ્રકારનું પગલું વધુ કરતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવક અને યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવી લીધું છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના છત્તીસગઢના ભિલાઈમાં બની હતી.

અહીં એક હોટલની રૂમમાંથી એક યુવક અને યુવતીનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનું નામ તાપસીબેન હતું અને તેમની ઉંમર 32 વર્ષની હતી. જ્યારે મૃત્યુ પામેલા યુવકનું નામ અફરોજ ખાન હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી.

બુધવાર ના રોજ બંનેનું મૃતદેહ ક્રિશના નામની એક હોટલની રૂમમાંથી મળી આવ્યું હતું. એવું જાણવા મળી રહ્યું છે કે બંને વચ્ચે 2018થી પ્રેમસંબંધ હતો. મળતી માહિતી અનુસાર અફરોજની પત્ની હોવા છતાં પણ તે તાપસી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. જ્યારે બંને એક થઈ શક્યા નહીં તેથી બંને એક સાથે મળીને આ પગલું ભરી લીધું હતું.

જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ મૃત્યુનું કારણ જાણવા બંનેના પરિવારજનો સાથે વાત કરી. ત્યારે ખુલાસો થયો હતો કે તાપસી અફરોજ સાથે ગાઢ પ્રેમમાં હતી. પરંતુ અફરોજે તેની સાથે છેતરપિંડી કરી હતી. મળતી માહિતી અનુસાર અફરોજ અને તાપસી વચ્ચે 2018 થી પ્રેમ સંબંધ હતો. છતાં પણ 2021માં અફરોજ સવિતા ઠાકોર નામની યુવતીના પ્રેમમાં પડ્યો અને તેની સાથે લગ્ન કરી લીધા.

જ્યારે આ વાતની જાણ તાપસી ને ખબર પડી ત્યારે તેને ત્રણ ઓક્ટોબર 2021ના રોજ અફરોજ પર કેટલાક આરોપ લગાવ્યા હતા. જેના કારણે અફરોજને જેલમાં પણ જવું પડ્યું હતું. જેલમાંથી છૂટ્યા બાદ તેને ફરીથી તાપસીને મળવાનું શરૂ કરી દીધી હતું અને બંને ઘણી વખત એક સાથે હોટલમાં પણ રહેતા હતા.

તાપસી કોઈ પણ ભોગે અફરોજ મેળવવા માંગતી હતી. પરંતુ બંનેને મળવું અશક્ય હતું જેના કારણે બંને આ પગલું ભરી લીધું હતું. બંનેના મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. બંને સાથે ન રહી શક્યા તેથી બંને આ પગલું ભર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પ્રેમી અને પ્રેમિકાએ એક સાથે હોટલ રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો, બંનેના કરુણ મોત…પત્ની હોવા છતાં પણ યુવક ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો પરંતુ…"

Leave a comment

Your email address will not be published.


*