હેપ્પી હોળી દોસ્તો : લોકસેવક ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીએ કડિયા કામ કરતા લોકો સાથે છાનામાના એવી હોળી રમ્યા કે…જુઓ વિડિયો

ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાણીને આપણે બધા તેમના સેવાકીય કાર્યથી જાણીએ છીએ અને હાલમાં માતાજી અને ભગવાન ભોળાનાથ ની કૃપાથી તેઓએ 281 નું ઘર મહેસાણાના લિંચ ગામમાં ખોડાજી ઠાકોર નું ઘર બનાવી રહ્યા છે. ખુબ સરસ અને વિશાળ ઘર તેઓ બનાવી રહ્યા છે

ત્યારે જો કોઈ કામ અર્થે બહાર ગયા હતા અને ઘરનું કામ ચેક કરવા ગામમાં પ્રવેશ્યા ત્યારે હનુમાનજીના દર્શન કરવાનું તેઓએ નક્કી કર્યું. અને તેઓ વીડિયોમાં કહે છે કે તેઓ જ્યારે હનુમાનજીના દર્શન કરવા જાય ત્યારે સામે એક માજી દેખાય છે. તો તેમને પણ મળવા તેઓ પહોંચે છે

અને ત્યારબાદ તે ઘરના કામમાં મદદ કરાવવા માટે પહોંચે છે.આપણે બધા જાણીએ છીએ કે ખજૂર ભાઈ કોમેડી પણ ખૂબ કરાવે કારણ કે તેઓ youtube માં પહેલા કોમેડીના ઘણા બધા વિડીયો બનાવતા હતા પરંતુ હાલમાં સેવાકીય કાર્યમાંથી ફ્રીજ નથી થતા કે આપણને બધાને એન્ટરટેનમેન્ટ કરાવી શકે

ત્યારે હવે થોડાક જ દિવસોમાં હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ખોડાજી ઠાકોર ના ઘર બનાવવામાં જે કોઈ લોકો મદદ કરી રહ્યા છે અને જે કોઈ લોકો કડિયા કામ કરી રહ્યા છે તેમની સાથે તેઓ સાદા પાણીથી હોળી ધૂળેટી રમતા જોવા મળ્યા હતા

અને તેમના રમુજી અંદાજ જોઈને સોશ્યલ મીડિયામાં લોકો વખાણ કરી રહ્યા છે. સાથે સાથે તેઓએ કહ્યું કે હોળી ધુળેટીના તહેવાર પર જો તમે પણ મારી સાથે સુરત શહેરમાં ધૂળેટી રમવા માંગતા હોય તો તેઓએ તેમના વીડિયોમાં સંપર્ક કરવા કીધેલું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*