કોરોના ના સંક્રમણ ને ફેલાતો અટકાવવા માટે ગુજરાતના આ બે શહેરોમાં કાલથી એક અઠવાડિયા માટે લોકડાઉન

ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે . કોરોના કાબૂમાં આવી શક્યો નથી તેથી આજે આવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે કે શહેરોમાં જ નહીં પણ ગામડાંઓ સુધી કોરોના દસ્તક દીધી છે. ગુજરાતમાં આજે પણ કોઈ જિલ્લો કોરોના થી બાકાત રહી શક્યું નથી . દાહોદ જિલ્લામાં પણ કોરોના નો ફાળો રહ્યો છે અને પરિણામે દાહોદ જિલ્લાના ઝાલોદ અને લીમડી ગામના વેપારી એ આવતીકાલથી સ્વયંભૂ રીતે બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ચાલો અને લીમડી શહેર આવતીકાલ થી એક અઠવાડિયા માટે સંપૂર્ણ બંધ રહેશે .

વ્યાપારીઓ અને સ્થાનિક આગેવાનોએ એવું નક્કી કર્યું છે કે માત્ર દૂધ ની દુકાનો સિવાયની તમામ દુકાનો બંધ રહેશે . ગ્રામજનો સંપૂર્ણ લોકડાઉન નું કડકપણે પાલન કરશે. કોરોના ના વધતા જતા સંક્રમણને પગલે હવે લોકો જ સ્વયમ રીતે આગળ આવી રહ્યા છે અને લોકડાઉન કરવા માટે ભલામણ કરી રહ્યા છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*