સુરત શહેરના આ વિસ્તારોમાં લોકડાઉન જેવો માહોલ , જાણો કમિશનરે શું આપ્યા આદેશ?

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સંખ્યાબંધ વિસ્તારો ને હોટ સ્પોટ જાહેર કરાયા છે . આ વિસ્તારોમાં કોરોના કેસની સંખ્યા વધારે હોવાથી લોકોને વિસ્તારમાં નહીં જવા અને આ વિસ્તારોમાંથી કોઈને ઘરે બોલવા નહીં એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે

આ વિસ્તારોમાં ભટાર, અંબાનગર, પાલ, અડાજન, પાલનપુર પાટિયા , પુણાગામ , સીમાડા, નાના વરાછા, એલ.એચ.રોડ , એ. કે. રોડ , ઉધના, પાંડેસરા , બોમ્બે માર્કેટ નો સમાવેશ થાય છે . આ ઉપરાંત નવાગામ , ડીંડોલી , સગરામપુરા , કરંજ, ગોડાદરા, બેગમપુરા , નાનપુરા ગોપીપુરા , રૂસ્તમપુરા , સલાબતપુરા હોટ સ્પોટ વિસ્તારમાં સમાવિષ્ટ થાય છે .

આ વિસ્તારોમાં કોઈને પણ ઘરે કામ માટે બોલાવવા નહિ તેમજ આ વિસ્તારો વધુ સંક્રમિત હોવાથી કોઈ પણ વ્યક્તિ એ આ વિસ્તારની મુલાકાત નહીં લેવા મ્યુનિસિપલ કમિશનરે અપીલ કરેલ છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*