દેશના આ રાજ્યમાં આવતીકાલથી ૧૪ દિવસ માટે લોકડાઉન , જાણો વિગતે

4018

દેશમાં કોરોનાવાયરસ નો પ્રકોપ થમી રહ્યો નથી. દિવસેને દિવસે કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે . વાઈરસના સંક્રમણને રોકવા માટે કેટલાક રાજ્યોએ ફરી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધેલ છે.હવે મણિપુરમાં પણ ૧૪ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવેલ છે.

મણિપુરમાં આવતીકાલે બપોરે બે વાગ્યાથી લોકડાઉન લાદવામાં આવશે. મુખ્યમંત્રી એન બિરેન સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોરોનાવાયરસ ના વધતા કેસને લઈને લોકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજ્યમાં અત્યાર સુધી ૨૦૧૫ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમાંથી ૧૪૦૦ દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે અને ૬૧૫ દર્દીઓની સારવાર ચાલી રહી છે.