મિત્રો દેશમાં હાલમાં ધાર્મિક કટ્ટરતા ખૂબ જ વધી ગઈ છે. મિત્રો તમને યાદ જ હશે કે આજથી થોડાક મહિના પહેલા ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકનો જાહેરમાં જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશની જનતાને હચમચાવી દીધી હતી. સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાના બાબતમાં કિશન ભરવાડનો જીવ લેવામાં આવ્યો હતો.
ત્યારે ફરી એક વખત તેવી જ ઘટના રાજસ્થાનના ઉદયપુરથી સામે આવી રહી છે. હાલમાં આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. મળતી માહિતી અનુસાર લગભગ 10 દિવસ પહેલા રાજસ્થાનના ઉદયપુરના કનૈયાલાલ નામના વ્યક્તિએ નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી.
આ પોસ્ટના કારણે તાલીબાની રીતે કનૈયાલાલનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. મંગળવારના રોજ બે આરોપીઓ કનૈયાલાલની દુકાનમાં ઘુસીયા હતા. તેઓએ ધારદાર વસ્તુ વડે કનૈયાલાલનો જીવ લઈ લીધો હતો. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આ ઘટનાના આરોપી ગૌસ અને રિયાઝ નામના બે વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી. આ ઉપરાંત પોલીસે અન્ય ત્રણ લોકોને પણ ઝડપી પાડ્યા છે. કનૈયાલાલને ન્યાય મળે તે માટે મોટી સંખ્યામાં લોકો તેમના સમર્થનમાં રોડ ઉપર ઉતરી આવ્યા છે.
આટલું જ નહીં પરંતુ તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગત 25 જાન્યુઆરીની વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે કિશન ભરવાડ નામના યુવકને જાહેરમાં જીવ લઈ લેવામાં આવ્યું હતું. તેમને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી. તેથી તેમનો જીવ લઈ લેવામાં આવ્યું હતું.
ત્યારે રાજસ્થાનના કનૈયાલાલનો પણ આ કારણોસર જ જીવ લઈ લેવામાં આવ્યો છે. હાલમાં દેશમાં રાજસ્થાનમાં બનેલી ઘટનાની ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને બંને આરોપી વિરુદ્ધ IPC ની અનેક કલમો હેઠળ અનલોફૂલ એક્ટિવિઝમ એક્ટ સહિત કેસ નોંધવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment