આ મજા સજા ન બની જાય…! દ્વારકાના ગોમતીઘાટ પર દરિયાનું રોદ્ર સ્વરૂપ, 10 ફૂટ ઊંચા મોજા ઊછળ્યા – જુઓ અનોખો વિડિયો…

Published on: 4:03 pm, Thu, 30 June 22

મિત્રો છેલ્લા થોડા દિવસોથી ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો થઈ છે. ભારે વરસાદના કારણે અનેક નદીઓ ગાડી તુર બની છે. ત્યારે અમાસના દિવસે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યું હતું. દ્વારકાના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

દ્વારકાના ગોમતી ઘાટ પર દસેક ફૂટ ઉંચા મોજા ઊછળ્યા હતા. તેમ છતાં પણ કેટલાક શ્રદ્ધાળુઓ ગોમતીઘાટ પર જોખમી મોજા વચ્ચે સ્નાન કરતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે દરિયામાં અમાસ અને પૂનમના દિવસે ભરતીના સમયે ભારે કરંટ જોવા મળતો હોય છે.

ત્યારે અમાસના દિવસે ગોમતી ઘાટ પર દસેક ફૂટ ઉંચા મોજા ઊછળ્યા હતા. ત્યારે કેટલાક શ્રદ્ધાળુ પોતાના જીવનની ફરવા કર્યા વગર જોખમી રીતે સ્નાન કરતા જોવા મળ્યા હતા. હાલમાં વાઇરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ચારથી પાંચ જેટલા વ્યક્તિઓ જોરદાર મોજા વચ્ચે બેસીને સ્નાન કરવાનો લાભ ઉઠાવી રહ્યા છે.

ત્યાં ઊભેલા એક વ્યક્તિએ આ દ્રશ્ય પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો પોતપોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

કેટલાક લોકો કહી રહ્યા છે કે પોતાનો જીવ જોખમમાં નાખીને આવી રીતે જોખમી સ્નાન ન કરવું જોઈએ. ગોમતીઘાટ ઉપર દસેક ફૂટ ઊંચા મોજા જોઈને કેટલાક પ્રવાસીઓ પોતાના જીવની પરવા કર્યા વગર ત્યાં સ્નાન કરવા માટે પહોંચી ગયા હતા. પ્રવાસીઓ દરિયાના જોરદાર મોજામાં સ્નાન કરવાની મોજ માણી રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ મજા સજા ન બની જાય…! દ્વારકાના ગોમતીઘાટ પર દરિયાનું રોદ્ર સ્વરૂપ, 10 ફૂટ ઊંચા મોજા ઊછળ્યા – જુઓ અનોખો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*