આકાશમાંથી જોરદાર કડાકા ભડાકા સાથે વીજળી પડવા લાગી… વીજળી પડવાના ભયંકર દ્રશ્યો કેમેરામાં કેદ થયા… જુઓ વાયરલ વિડિયો…

Published on: 11:26 am, Mon, 3 July 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે ખૂબ જ ડરી જતા હોઈએ છીએ. ખાસ કરીને ચોમાસાની સિઝન આવે ત્યારે સોશિયલ મીડિયા પર વરસાદના અને વીજળીના કડાકા ભડાકાના વિડીયો વાયરલ થતા તમે જોયા હશે.

ત્યારે હાલમાં વીજળી પડવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીજળી પડી ત્યારે એવા કડાકા ભડાકા થયા કે વિડીયો જોઈને તમે પણ હચમચી જશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જોરદાર કડાકા ભડાકા સાથે વીજળી પડી રહે છે અને જ્યાં વીજળી પડી ત્યાં આગ પણ લાગી છે.

વીજળી પડવાના આ દ્રશ્ય દૂર એક બિલ્ડિંગમાં ઉભેલા એક વ્યક્તિના મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે વીજળી પડવાના કારણે એક ઝાડમાં આગ લાગી ગઈ હતી. વાયરલ થઈ રહેલા આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.

પરંતુ વિડીયો જોઈને લોકો ખૂબ જ ડરી ગયા છે અને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સાથે આકાશમાંથી વીજળીના ચારથી પાંચ કડાકા જમીન પર પડે છે અને જેનો ખૂબ જ જોરદાર અવાજ પણ આવે છે.

આ દ્રશ્યો જોઈને દૂર ઊભેલા લોકો પણ ખૂબ જ ડરી ગયા હતા. વાયરલ થયેલો આ વિડીયો ટ્વીટર પર Explosion Videos નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. આ વિડિયો 28 જૂનના રોજ એકાઉન્ટ પર મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં વીડિયોને એક મિલિયનથી પણ વધારે લોકોએ જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આકાશમાંથી જોરદાર કડાકા ભડાકા સાથે વીજળી પડવા લાગી… વીજળી પડવાના ભયંકર દ્રશ્યો કેમેરામાં કેદ થયા… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*