મિત્રો તમે અનેક લોકોના જીવન વિશે સોશિયલ મીડિયા પર વાંચ્યું હશે. ત્યારે આજે આપણે કથાકાર મોરારીબાપુ ના જીવનની ન સાંભળેલી કેટલીક વાતો કરવાના છીએ. આઝાદીના એક વર્ષ પહેલા એટલે કે 25 સપ્ટેમ્બર 1946ના રોજ ગુજરાતના મહુવા પાસેના તલગરઝાડા ગામમાં મોરારીબાપુનો જન્મ થયો હતો.
મોરારીબાપુના પિતાશ્રીનું નામ પ્રભુદાસ બાપુ છે અને તેમની માતાશ્રીનું નામ સાવિત્રીબેન છે. મોરારીબાપુને છ ભાઈઓ અને બહેનનો છે. તેમાં મોરારીબાપુ સૌથી નાના છે. મોરારીબાપુ પરિણીત છે અને તેમની પત્નીનું નામ નર્મદાબેન છે.
મિત્રો તમને બધાને ખબર જ હશે કે, મોરારીબાપુના કથાના આયોજન માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ થાય છે. મોરારીબાપુની રામકથા સાંભળવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. મોરારીબાપુના દાદાજી ત્રિભુવનદાસજીને રામાયણ પ્રત્યે અસીમ પ્રેમ હતો.
મોરારીબાપુ પોતાના ગામથી મહુવા ચાલીને સ્કૂલે જતા હતા. સ્કૂલે જવા માટે તેમને પાંચ કિલોમીટરનો રસ્તો કાપવો પડતો હતો. આ દરમિયાન મોરારીબાપુને તેમના દાદાજી દ્વારા બતાવવામાં આવેલા પાંચ ચોપાઈઓ રોજ યાદ કરવા પડતા હતા.
જેના કારણે ધીમે ધીમે મોરારીબાપુની રામાયણ મોઢે થવા લાગી પછી મોરારીબાપુ એ પોતાના દાદાજીને ગુરુ માની લીધા. 14 વર્ષની ઉંમરે મોરારીબાપુ એ પહેલીવાર પોતાના ગામમાં 1960માં એક મહિના સુધી રામાયણ કથા નો પાઠ કર્યો હતો. તેમના વિદ્યાર્થી જીવનમાં મોરારીબાપુને રામકથામાં વધુ મન લાગ્યું હતું.
ત્યાર પછી તો તેઓ મહુવાની એક પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યા હતા. મોરારીબાપુ રામકથામાં એટલા મગના થઈ ગયા કે તેમને પોતાની શિક્ષકની નોકરી પણ છોડી દીધી. પછી તો ધીમે ધીમે મોરારીબાપુની ખ્યાતિ વધતી ગયા અને તેઓ અલગ અલગ જગ્યાએ કથા કરવા લાગ્યા.
મિત્રો તમને જણાવી દઈએ કે મોરારીબાપુએ જુનાગઢની શાહપુર કોલેજમાંથી કોલેજનો અભ્યાસ કર્યો હતો. મોરારીબાપુ ગુજરાતી અને હિન્દી ભાષાનો વધુ ઉપયોગ કરે છે. તેઓએ શાળા દરમિયાન પોતાનો મોટેભાગનો સમય પોતાના દાદા અને દાદી સાથે વિતાવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment