કોરોના મહામારી વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ શિક્ષકને નોકરીમાંથી બરતરફ અથવા તો સ્કૂલમાંથી ટર્મિનેટ ન કરવાનો આદેશ આપવામાં આવે છે. શિક્ષણ વિભાગના આદેશોનું પાલન ન કરતા જીઆઇઆઈએસ સ્કુલ દ્વારા શિક્ષકોને ટર્મિનેટ કરી દેવામાં આવતા ડીઇઓ ખાતે ફરિયાદ કરવામાં આવી છે.કોરોના મહામારી ને લઈને હાલમાં શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે નામાંકિત શાળાઓમાં પોતાનો અસલી ચહેરો બતાવી રહી છે.
હર હંમેશ વિવાદમાં રહેલી ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શિક્ષકોને ટર્મિનેટ અને આગામી પાંચ મહિના સુધી કમ્પલસરી લીવ વિધાઉત પે કરી દેવામાં આવતા શિક્ષકોએ ડીઈઓ માં ફરિયાદ કરી છે.શિક્ષકો દ્વારા ફરિયાદ કરતા જણાવ્યું કે સરકારના આદેશ છતાં પણ શાળા દ્વારા મનમાની ચલાવવામાં આવી રહી છે અને જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓએ શાળાની ફી ભરી દીધી છે તેમ છતાં શિક્ષકોને નોકરી છોડી દેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
શાળા દ્વારા હાલમાં પાંચ જેટલા શિક્ષકોને દબાણ કરીને રાજીનામું આપી દેવામાં આવ્યું છે અને આ સાથે સાથે અન્ય 9 શિક્ષકોને આગામી પાંચ મહિના સુધી લીવ વિધાઉત પે આપી દેવામાં આવી છે. મહત્વની વાત એ છે શહેરની નામાંકિત શાળાઓ ચહેરો બતાવે.
તે માટે શિક્ષણ વિભાગ દ્વારા પહેલા પણ કોઈપણ શિક્ષકને નોકરીમાંથી બરતરફ ન કરવામાં આવે અને સ્કૂલમાંથી ટર્મિનેટ ન કરવાનો મહત્ત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment