પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ અમિત ચાવડાએ આપ્યું મહત્વનું નિવેદન, કોંગ્રેસે આપી પહેલી પ્રતિક્રિયા,તેમને કહ્યું ભાજપે તો….

Published on: 7:29 pm, Tue, 10 November 20

ગુજરાત રાજ્યમાં માટે બેઠક પર ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થયો છે.આ તમામ બેઠકો પર કોંગ્રેસનો સફાયો થયો છે અને ભાજપે કોંગ્રેસમાંથી આવેલા પાંચ ઉમેદવારોને ટિકિટ આપી હતી. પેટાચૂંટણીમાં આઠેય બેઠકો જીત્યા પછી ભાજપની બેઠકો નો આંકડો 111 પર પહોંચ્યો છે ત્યારે હવે પેટા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. પેટા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ હાર સ્વીકારી છે અને તેમને કહ્યું કે, રાજ્યસભાની એક બેઠક માટે ભાજપે ચૂંટણી થોપી છે. ગુજરાતના લોકો બેકારી ભૂખમરો અને મોંઘવારીથી ત્રસ્ત છે. લોકોનો રોષ મતમાં કેમ ન પરિણમ્યો તેનો અમે અભ્યાસ કરીશું.અમિત ચાવડાએ વધારેમાં કહ્યું કે કોંગ્રેસના તમામ ઉમેદવાર સારી પ્રતિભા ધરાવતા હતા.

ભાજપના ઉમેદવારો પક્ષપલટો કરનાર હતા. ભાજપ ની સામ, દામ,દંડ અને ભેદની નીતિ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ પૈસા નો ગેર ઉપયોગ કર્યો છે અને કોંગ્રેસના આગેવાનો ટીમ સ્પિરિત થી પ્રચારમાં જોડાયા હતા.

કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણી જીતવા માટે સક્ષમતા અને જનતાનો જનાદેશ સર્વોપરી હોય છે. લોકોના મત ને વેચનારાઓની જીત થઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!