વૈશ્વિક બજારમાં સોનાની કિંમત બુધવારે લગભગ સપાટ રહી હતી અને અમેરિકામાં વ્યાજદરમાં ઉછાળો આવવાની સંભાવના અને ડોલર નબળો રહેતા ભાવ સપાટ રહ્યા હતા. ડોલર ઇન્ડેક્સ બુધવારે 0.1 ટકા ઘટયો હતો. તેનાથી સોનામાં તેજીની સંભાવના ખતમ થઈ ગઈ છે.
ઘરેલું માર્કેટમાં બુધવારે એમસીએક્સ મા સોનુ 0.26 ટકાની તેજી સાથે 46993 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું જયારે ચાંદી 0.56 ટકા વધીને 70000 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઇ રહી છે. ઓગસ્ટ 2020 માં સોનાની કિંમત 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ સપાટી પર પહોંચી ગઈ હતી.
સોનાની કિંમત રેકોર્ડ લેવલ થી અત્યાર સુધીમાં 10000 રૂપિયા ઘટી ગઈ છે. સોમવારે કારોબારમાં સોનુ 46661 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ રહ્યું હતું. ચાંદી પણ 1282 રૂપિયા ઉછાળીને 70270 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી.
સોમવારે તે 68988 રૂપિયા પણ બંધ રહી અને ભારતમાં ફરી એક વખત સોનાની માંગ વધી રહી છે. દેશમાં સોનાની આયાતમાં ઉછાળો આવ્યો સાથે જ રિટેલ માં પણ માંગ નીકળી છે. વીતેલા કેટલાક મહિના દરમિયાન માંગ જોવા મળી ન હતી.
વેલ્યૂની દ્રષ્ટિએ દેશમાં વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં જ્વેલરીની માંગ માં 58 ટકાનો ઉછાળો આવ્યો છે. તેની સાથે જ તે 43100 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. વિતેલ વર્ષના કવાટરમાં આ આંકડો 27230 કરોડ રૂપિયા હતો.
જ્યારે વીતેલા વર્ષ વેલ્યુ ટર્મ માં રોકાણ ની માંગ જાન્યુઆરીથી માર્ચ માં 10350 કરોડ રૂપિયા હતી જ્યારે વર્ષ 2021 ના પ્રથમ ત્રણ મહિનામાં 53 ટકાના ઉછાળા સાથે 15780 કરોડ રૂપિયા રહી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment