ગુજરાત રાજ્યમાં અહીંથી મોબાઇલ ટાવરો બંધ કરવા કરાય માંગ, મુખ્યમંત્રી રૂપાણી ને લખાયો પત્ર, ટાવરોથી શરીરમાં થઈ રહ્યું છે આ નુકસાન

284

ભરૂચના પાલેજ ગામ ના સરપંચ દ્વારા મુખ્યમંત્રી રૂપાણી ને પત્ર લખીને મોબાઇલ ટાવર હટાવવા માટે માંગ કરવામાં આવી છે. ગુજરાત સહિત આખા ભારતમાં મહામારી ની બીજી ઘાતક મહેર ચાલી રહી છે અને દરરોજ હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે તથા લાખોની સંખ્યામાં કેસ આવી રહ્યા છે.

દેશભરમાં ઓક્સિજન થી લઈને બેડ ની અછત ઊભી થઈ ગઈ છે અને દર્દીઓ સુવિધાના અભાવે મોતને ભેટી રહ્યા છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ભારતમાં અત્યારે આટલું મોટું સંકટ છે.

ત્યારે ગુજરાતનાં ગામડાંઓમાં ઘણા લોકોને મોબાઇલ ટાવરને લઇને આશંકા ઊભી થઈ ગઈ છે. ગુજરાતના ભરૂચના પાલેજ ગામ ખાતે મોબાઇલ ટાવર હટાવી દેવા માટે માંગ કરવામાં આવી છે. પાલેજ ગામ ના સરપંચ આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે.

પાલેજરમાં કહેવામાં આવ્યું છે કે 5G ટેસ્ટિંગના કારણે ઘાતક રેડિએશન ફેલાઈ રહ્યા છે અને ટાવર માંથી નીકળતી ઝેરી રેડિયેશનના કારણે હવા પણ ઝેરી બની રહી છે.

આ ઝેરી હવાના કારણે લોકોના શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ ઓછું થઈ રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા પણ દુનિયાના કેટલાક દેશો થી આવા સમાચાર સામે આવ્યા હતા.

બ્રિટનમાં પણ લોકો માની રહ્યા હતા કે આ ટાવરના કારણે જ વાયરસ ફેલાઈ રહ્યો છે અને કેટલાક એવા અહેવાલ પણ સામે આવ્યા હતા કે મોબાઇલ ટાવરને આગને હવાલે કરી દેવામાં આવ્યા હોય.

જોકે આ પ્રકારના માત્ર રાવત કરવામાં આવ્યા છે દુનિયાની કોઇપણ સરકાર દ્વારા આ મુદ્દે કોઈ પ્રકારની સ્પષ્ટતા કરાઇ નથી કે મોબાઇલ ટાવર અને આ વાઇરસને કોઈ લેવાદેવા હોય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!