તાલાલા પંથકની કેસર કેરીની માર્કેટયાર્ડમાં હરાજી નો શુભારંભ, પ્રથમ દિવસે એક બોક્સ નો બોલાયો આટલો ભાવ.

285

તાલાલા પંથકનું સુપ્રસિદ્ધ અમૃત ફળ કેસર કેરીની સીઝન માર્કેટિંગ યાર્ડમાં શુભારંભ થયો હતો અને પ્રથમ દિવસે 10 કિલોગ્રામ ના 5600 બોક્સની આવક થઇ હતી. કેરીના બોક્સ ના સરેરાશ ભાવ 450 રહ્યા હતા.

જ્યારે પ્રથમ બોક્સનું ગાય માતા ના લાભાર્થે 11 હજાર માં વેચાણ કરવામાં આવ્યું હતું. તાલાલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન સંજય ભાઈ શિંગાળા હસ્તે પ્રારંભ થયેલી હરાજીમાં પ્રથમ બોક્સ ગાય માતા ના લાભાર્થે 11,000 માં વેચાણ થયું હતું.

તાલાલા માર્કેટીંગ યાર્ડમાં પ્રથમ દિવસે આવેલ કેરીના બોક્સ પૈકી સૌથી સારી ક્વોલિટીની કેરીના એક બોક્સ નું 750 માં વેચાણ થયું હતું જ્યારે નબળી કેરીનું 300 લેખે વેચાણ થતાં.

પ્રથમ દિવસે એક બોક્સના સરેરાશ ભાવ 450 રહા હતા. જે ગત વર્ષ કરતાં ઊંચા છે. કેસર કેરીનો પાક ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછો હોય

અને આ વર્ષ કેસર કેરીના ભાવ ગત વર્ષ કરતાં ઊંચા રહેશે ત્યાં તાલાલા પંથકના કેસર કેરીના ખરીદ વેચાણ કરતા અનુભવીઓ અંદાજ વ્યક્ત કર્યો હતો.

તાલાલા માર્કેટીંગ યાર્ડમાં પ્રથમ દિવસે સારી ગુણવત્તા થી ભરપુર કેસર કેરીના બોક્સની 750 માં વેચાણ થતાં તાલાલામાં કેરી વેચવા આવેલ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!