ગુજરાતમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટ શહેરની એક ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરમાં કન્સ્ટ્રકશન અને ટ્રાન્સપોર્ટ ની ઓફિસ માંથી ચોરી થઈ છે. મળતી માહિતી અનુસાર ઓફિસમાંથી લેપટોપ, મોબાઈલ અને રૂપિયા 1 લાખ 50 હજાર રૂપિયાની ચોરી થયેલ છે.
ચોરીની સમગ્ર ઘટના ઓફિસની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના ગઇકાલે મોડી રાત્રે બની હતી. રાજકોટ તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવજિંગ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ અને આદિત્ય કોર્પોરેશન નામ ની ઓફીસ માંથી ચોરી થઈ હતી.
રાજકોટમાં કન્સ્ટ્રક્શન અને ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી લેપટોપ, મોબાઈલ અને 1.50 લાખ રૂપિયાની થઇ ચોરી – સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ… pic.twitter.com/jU60xGuExT
— GUJJU ROCKZ (@gujju_rockz) December 9, 2021
ઓફિસની અંદર રોકડા તેમજ મોબાઇલ અને લેપટોપની ચોરી કરવામાં આવી હતી. પોલીસ તપાસ દ્વારા સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે અને સીસીટીવી ફૂટેજના ત્રણથી ચાર ચોર દેખાયા છે.
આ ઉપરાંત ઓફિસના માલિકે કહ્યું કે ઓફિસની અંદર થી મોબાઈલ ફોન, લેપટોપ અને રોકડા રૂપિયા 1 લાખ 50 હજાર રૂપિયા ગાયબ છે. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે ત્રણથી ચાર અજાણ્યા યુવકો સૌપ્રથમ ઓફિસને તાળું જોડે છે અને ત્યારબાદ અંદરથી ચોરી કરીને ત્યાંથી રફુચક્કર થઇ જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment