2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે આપ્યું મોટું નિવેદન,કહ્યુ એવું કે…

Published on: 3:46 pm, Thu, 9 December 21

ગુજરાત વિધાનસભાની આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે ત્યારે હવે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર નું મોટું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું છે કે જે નબળી બેઠકો છે તે બેઠક પર પહેલાથી જ ઉમેદવાર પસંદ કરવામાં આવશે

તેમાં ગુજરાત કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી પહેલાં જ પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવશે. આ મુદ્દે સંકલન સમિતિની બેઠકમાં ચર્ચા થયા હોવાનું જગદીશ ઠાકોરે જણાવ્યું હતું.અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા અઢી દાયકાથી ગુજરાત માં કોંગ્રેસ શાસન થી વિલિપ્ત રહી છે.

ગુજરાતમાં એક પક્ષનું શાસન લાંબા સમયથી ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ ને પાછી બેઠી કરવા કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કમાન જગદીશ ઠાકોર ને સોંપી છે.આવનારા સમયમાં જગદીશ ઠાકોર પક્ષને મજબૂત કરવા કેવા નિર્ણય લેશે તે આવનારો સમય બતાવશે.

હાલ સંગઠનને મજબૂત કરવા કોંગ્રેસ પક્ષે ખાસ રણનીતિ બનાવી છે. વિધાનસભા ચૂંટણી અગાઉ જે બેઠક નબળી છે તે બેઠક પર પહેલાથી જ ઉમેદવાર પસંદ કરાશે તેવુ આજે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે આપ્યું મોટું નિવેદન,કહ્યુ એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*