સુરત શહેરમાં આમ આદમી પાર્ટી ફરી એક વાર થઈ સક્રિય,વરિષ્ઠ નેતાઓ દ્વારા કરવામાં આવ્યું આ મોટું કામ

Published on: 3:00 pm, Thu, 9 December 21

હાલમાં સૌથી મોટો પ્રોજેક્ટ મેટ્રો રેલવે પ્રોજેક્ટ નું શહેરમાં જોરશોર યહી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે સુરત શહેર ના વરાછા, કાપોદ્રા, લંબે હનુમાન રોડ જેવા વિસ્તારમાં અનેક માર્ગો પર આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા મહત્વનો અને મોટો પ્રશ્ર્ન ઉદભવ્યો છે.

આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા દ્વારા આ વિસ્તારમાં તેનું નિરાકરણ આવે તે માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતાઓ આ વિસ્તારમાં હીરાના કારખાના ના સમયમાં ફેરફાર કરવા માટે પણ ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ નો સંપર્ક કર્યો હતો.

તેમને આવેદનપત્ર પાઠવ્યું હતું. વરાછા, કાપોદ્રા, લંબે હનુમાન, કતારગામ વિસ્તારમાં મોટી સંખ્યામાં હીરાના કારખાના ધમધમી રહ્યા છે. મેટ્રો પ્રોજેક્ટની શરૂ હોવાને કારણે ટ્રાફિક જામ થઈ રહ્યા છે.જેના કારણે સવાર-સાંજ વાહનોની મોટા પ્રમાણમા ભીડ જોવા મળે છે.

હીરાના કારખાનામાં કામ કરતાં લાખો રત્નકલાકારો આ ટ્રાફિક ની સમસ્યાનો ભોગ બની રહા છે.પરંતુ મેટ્રો પ્રોજેક્ટ ના કારણે ટ્રાફિક સમસ્યા એક મોટી સમસ્યા બની છે.તે માટે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અને જલ્દીથી જલ્દી તેનું નિરાકરણ આવે તે માટે પણ પૂરતા પ્રયાસો કરવાનું જણાવવામાં આવ્યું હતું.સુરત ના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે શહેરમાં પાંચ થી સાત હજાર

કરતા વધારે કર્મચારી સાથે અનેક મોટા હીરાના કારખાના ચાલી રહ્યા છે. આટલા મોટા પ્રમાણમાં કર્મચારીઓ એક સમયે છૂટતાં અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!