ઘરની બહાર નીકળતા પહેલા મહિલાઓ આ વિડીયો જરૂર જોજો..! ઘરની બહાર બેઠેલી મહિલા સાથે કંઈક એવી ઘટના બની કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 3:47 pm, Thu, 16 March 23

દેશભરમાં ચોરી અને લૂંટની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. સોશિયલ મીડિયા પર આવી ઘટનાના તમે ઘણા અવારનવાર વિડિયો પણ જોયા હશે. ખાસ કરીને મહિલાઓ સાથે બનતી ચેન સ્નેચિંગની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પોતાના ઘરની બહાર બેઠેલી એક મહિલા સાથે ચેન સ્નેચિંગની ઘટના બની હતી.

મહિલા ઘરની બહાર બેઠી હતી ત્યારે બ્લેક કલરની બાઈક લઈને બે અજાણ્યા યુવકો ત્યાં આવે છે. આ દરમિયાન બાઇકની પાછળ બેઠેલો યુવક અચાનક જ બાઈકમાંથી નીચે ઉતરે છે અને બાઈક પર બેઠેલો યુવક પોતાની બાઈક સ્ટાર્ટ રાખે છે. ત્યાર પછી બાઈકમાંથી નીચે ઉતરેલો યુવક ધીમે ધીમે મહિલા પાસે જાય છે. મહિલાના ગળામાં રહેલી ચેન આચકવાનો પ્રયાસ કરે છે.

પ્રથમ પ્રયાસમાં તો આરોપી નિષ્ફળ રહે છે. આ દરમિયાન મહિલા ત્યાં જમીન પર પડી ગઈ હતી. ત્યાર પછી આરોપી બીજી વખત ચેન ખેંચીને બાઈક પર પોતાના સાથે સાથે બેસીને ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારના રોજ સાંજના સમયે બની હતી. પરંતુ આજ રોજ ઘટનાનો વિડીયો આપો વાયરલ થઈ રહ્યો છે. ચોરીની ઘટના ગાઝિયાબાદમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને ઘટનાનો ભોગ બનેલી મહિલાએ જણાવ્યું કે, સાંજના સમયે તે પોતાના ઘરની બહાર બેઠી હતી.

આ દરમિયાન પાછળથી બે બદમાશોએ આવીને તેનો ચેન ચોરી લીધો હતો. ત્યારબાદ બંને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. બાઈક ચલાવનાર યુવકે હેલ્મેટ પહેર્યું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવકે પોતાના મોઢા ઉપર માર્ક્સ પહેર્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઇને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા સાથે બનેલી સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે વાયરલ થઈ રહેલા દરેક મહિલાઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરની બહાર નીકળતા પહેલા મહિલાઓ આ વિડીયો જરૂર જોજો..! ઘરની બહાર બેઠેલી મહિલા સાથે કંઈક એવી ઘટના બની કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*