કચ્છી કોયલ ગીતાબેન રબારી પોતાના પતિ સાથે બાગેશ્વર બાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા… જુઓ કેટલીક ખાસ તસવીરો…

આજકાલ સોશિયલ મીડિયા પર બાબા બાગેશ્વરના(Bageshwar Baba) વિડીયાઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ગુજરાતમાં બાગેશ્વરધામના(Bageshwardham) પીઠાધીરેશ્વર શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીનો(Dhirendra Shastri) દિવ્ય દરબાર યોજાયો અને આ દરબારમાં લાખોભાવી ભક્તોએ શ્રદ્ધાપૂર્વક હાજરી આપી હતી. આ દિવ્ય દરબાર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં યોજાયેલ છે.

દરેક શહેરમાં યોજાયેલ દિવ્ય દરબારમાં ગુજરાતી લોક ગાયક કલાકારોએ પોતાની વાણી પવિત્ર કરી હતી. તમામ કલાકારોએ ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા, રાજકોટ શહેરમાં યોજાયેલ દિવ્ય દરબારમાં લોકગાયિકા ગીતાબેન રબારી એ પણ હાજરી આપી હતી.

પોતાની વાણી પવિત્ર કરી હતી, દિવ્યા દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજી દ્વારા કાર્યક્રમના અંતે ખેસ પહેરાવીને ગીતાબેન રબારી નું સન્માન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય દરબારમાં ગીતાબેન રબારી એ પોતાના સુરીલા સ્વરે સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. આ દિવ્ય દરબાર બાદ ગીતાબેન રબારી એ પૃથ્વી રબારી સાથે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીજીના આશીર્વાદ લીધા હતા.

આ તમામ તસવીરો તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલ છે‌. આ તસવીરોની સાથે તેમણે પોતાના શબ્દોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજી સાથેની પહેલી મુલાકાતની લાગણી વ્યક્ત કરી છે. ગીતાબેન રબારી એ ફોટોઝ અપલોડ કર્યા છે, તેના કેપ્શન માં લખ્યું કે બાગેશ્વર બાલાજી ધામના પીઠાધિશ્વર પરમ પૂજ્ય શ્રી ધિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીને મળીને ખૂબ આનંદ થયો.

તેમના આશીર્વાદ લીધા, પૂજ્ય શાસ્ત્રીજી લોકોને સનાતન ધર્મ અને આધ્યાત્મિકતા પ્રત્યે જાગૃત કરવાનો અદભુત કાર્ય કરી રહ્યા છે. જય સીયારામ, જય બાલાજી મહારાજ, હાલમાં તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ફેમસ ગુજરાતી ગાયિકા ગીતાબેન રબારી ધીરેન્દ્ર શાસ્ત્રીજીના આશીર્વાદ લીધા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*