કોકીલાબેન અંબાણી અને અનિલ અંબાણી હનુમાનજી મહારાજના દર્શન કરવા સારંગપુર પધાર્યા, દાદા ને ધ્વજા સહિત થાળ અર્પણ કર્યું…જુઓ ખાસ તસવીરો

અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની પત્યા બાદ અંબાણી પરિવાર સોમનાથ દ્વારકા બાદ હવે કષ્ટભંજન દેવના દરબાર મતલબ કે સાળંગપુર પહોંચ્યા છે. આ વખતે કોકીલાબેન અંબાણી અને તેમનો નાનો દીકરો અનિલ અંબાણી સાથે સારંગપુર ભગવાન શ્રી હનુમાનજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા

અને આપને જણાવી દઈએ કે અંબાણી પરિવાર ખૂબ જ ધાર્મિક છે અને ભગવાન પ્રત્યે ઈશ્વર પ્રત્યે તેમની આસ્થા તો ખૂબ જ વધારે છે એટલા માટે જ ઈશ્વરે તેમને આટલી બધી સંપત્તિ આપી છે.રિલાયન્સ ના ચેરમેન અને અનીલ અંબાણી અને તેમની માતા કોકીલાબેન સારંગપુર હનુમાનજીના દર્શન કરવા પહોંચ્યા હતા

અને ત્યાં સાધુ સંતો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને કષ્ટભંજન દેવના દર્શન કરીને તેઓએ ધન્યતા અનુભવી હતી અને પૂજા અર્ચના કરી હતી સાથે સાથે દાદાને થાળ અર્પણ કર્યો અને ત્યારબાદ દાદાને વાઘા અને ધ્વજ અર્પણ કરી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળા

તથા કોઠારી વિવેક સાગર સ્વામીના આશીર્વાદ મેળવી તેઓએ ધન્યતા અનુભવી હતી.હાલમાં જાણે એમ લાગી રહ્યું છે કે અંબાણી પરિવાર સૌરાષ્ટ્રની મુલાકાતે હોય કારણ કે તેઓ દ્વારકા પણ ગયા હતા તેઓ સોમનાથ પણ ગયા હતા અને કષ્ટભંજન દાદા ના દર્શન

કરવા માટે સાળંગપુર ધામ પહોંચ્યા છે અને આ વખતે તો તેમનો નાનો દીકરો અનિલ અંબાણી જોવા મળ્યો છે જે આપણને ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળતા હોય છે ત્યારે તેમની માતા કોકીલાબેન સાથે હનુમાનજીના દર્શન કરવા આવ્યા હતા અને ત્યાં દાદાના દર્શન કરી તેઓએ ધન્યતા અનુભવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*